ભાજપ તરફથી વી.ડી.ઝાલાને ટિકિટ અપાતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોઘ, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા ક્ષત્રિય ઠાકોર સમાજે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-11-15 12:48:18

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર સ્થાનિક ઉમેદવારને બેઠક આપવાની માગ કરવામાં આવી છે.  હિંમતનગર બેઠક માટે વી.ડી.ઝાલાના નામની પસંદગી કરવામાં આવી છે જેને લઈ સ્થાનિકોએ વિરોધમાં બેનર લગાવ્યા હતા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ

ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક સમાજ દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરેધ કરવામાં આવી રહ્યો છે. સમાજના પ્રેશરને કારણે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. હિંમતનગર બેઠક માટે ભાજપે વી.ડી.ઝાલાને ટિકિટ આપી છે જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ પાર્ટીના આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ થયો છે અને ઠેર-ઠેર ઉમેદવારના વિરોધના બેનર લાગ્યા હતા. 

Bengal BJP prepares for rural polls with an eye one Lok Sabha elections

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની કરાઈ માગ

વિરોધમાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ બહારથી આવેલા ઉમેદવારનું સમર્થન નહીં કરે. ઉપરાંત સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માગ કરવામાં આવી હતી. અને જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ સરકાર ભયંકર પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય તેવું લખવામાં આવ્યું છે. આ બેનર અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા છે અને સ્થાનિક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.           




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે