રવિવારે OPD ચાલુ રાખવાના નિર્ણય બાદ પણ સિવિલના OPDમાં તાળાં !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:59:29

17  સપ્ટેમ્બરથી રાજ્યની આરોગ્ય સંસ્થાઓ જેવી કે સામુહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં સોમવારથી રવિવાર સુધી સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ફરજિયાત ઓપીડી ચાલુ રાખવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. પરંતુ રવિવારે અસારવા સિવિલ હોસ્પિટલની બહાર તાળાં લાગેલા હતા. ઉપરાંત દૂર દૂર થી આવેલા દર્દીઓને સોમવારે આવવા જણાવ્યું 


OPD ચાલુ રાખવાનો નિર્ણય શનિવારેજ અમલ કરવામાં આવ્યો. 

આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમામ આરોગ્ય સંસ્થાનું opd સોમવારથી શનિવાર સવારે 9થી 1 અને સાંજે 3થી 5 હતો. પરંતુ તેમાં ફેરફાર કરીને શનિવારે સાંજે 4થી8 કરવામાં આવ્યો છે. તેમજ રવિવાર ફરજિયાત સવારે 9થી 1 opd ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી. 


ક્યારે opd રહશે બંધ 

opd 14 જાહેર રજાના દિવસોએ બંધ રહશે જેમાં રમજાન ઈદ, સ્વતંત્ર દિન, બકરી ઈદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, મહોર્રમ, ગાંધી જયંતી, દશેરા, દિવાળી બીજો દિવસ (નૂતન વર્ષ) અને નાતાલ.જેવી રજા સામેલ છે. 



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો