મણિપુર મુદ્દે હોબાળો થતાં લોકસભા ફરી એક વખત કરાઈ સ્થગિત, પિયુષ ગોયલે કહ્યું 'અમે મણિપુર વિશે ચર્ચા કરવા તૈયાર'.. સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 12:27:31

જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી મણિપુર મુદ્દાને લઈ હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત થઈ જાય છે. આજે પણ સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો અને હંમેશાની જેમ આજે પણ ભારે હોબાળાને કારણે લોકસભાની તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન પિયુષ ગોયેલે નિવેદન આપ્યું છે કે મણિપુર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મણિપુર અંગે બપોરે બે વાગ્યે ચર્ચા કરવામાં આવે તેવી અમારી ઈચ્છા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો કે વિપક્ષ આ ચર્ચાથી ભાગી રહી છે. મહત્વનું છે કે I.N.D.I.Aના સાંસદો મણિપુરની મુલાકાત લઈ દિલ્હી પરત ફર્યા છે અને મણિપુરની સ્થિતિ અંગે વિપક્ષી દળોની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવે જોવું રહ્યું કે સાચે બે વાગ્યે મણિપુર મામલે સંસદમાં ચર્ચા થશે? જો સરકાર ચર્ચા કરવા તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા કરવા તૈયાર છે તો વાંધો ક્યાં છે તેવા પ્રશ્નો અનેક લોકોના મનમાં ઉઠી રહ્યા છે... 

 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.