Lok sabha Election : ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ નહી કરે ઉજવણી! જાણો શા માટે ભાજપે લીધો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-05-31 18:37:22

દેશમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આવતી કાલે ઈવીએમમાં કેદ થવાના છે.. 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે મતદાનના અને આવતી કાલે અંતિમ તબક્કો છે.. ચોથી તારીખે મતગણતરી થવાની છે.. ગુજરાતના રિઝલ્ટ પર સૌ કોઈની નજર રહેલી છે.. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. 


પરિણામો બાદ ગુજરાત ભાજપ નહીં કરે ઉજવણી 

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે.. સાદગીથી જીતને વધાવવામાં આવશે.. કોઈ સરઘસ કાઢવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી છે.. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈ આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે.. હજી સુધી એવી માહિતી સામે આવી હતી કે રાજકોટમાં ભાજપ ઉજવણી નહીં કરે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે જ્યાં ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે... મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા... 27 જેટલી જિંદગીઓ ભૂંજાઈ ગઈ..આ મામલે ભાજપના અનેક નેતાઓ મૌન છે. આ ઘટનાને પગલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે..    


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતની તમામે તમામ 26 બઠકો ભાજપ પાસે છે.. આ વખતે પણ ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવો આશાવાદ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગુજરાતના ભાજપના નેતાઓએ રાખ્યો છે.. આ વખતે ચૂંટણી થાય તે પહેલા જ સુરતની સીટ ભાજપના ફાળે આવી ગઈ છે.. મહત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.. ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા બાકી બીજી બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.   


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર?

ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને.. આણંદમાં અમિત ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સૌ કોઈની નજર રાજકોટ બેઠકના પરિણામ પર પણ રહેશે કારણે કે ત્યાં ભાજપેના પરષોત્તમ રૂપાલા અનેક પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થવાની છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને કારણે ગુજરાત ભાજપ પરિણામ બાદ ઉજવણી નહીં કરે તેવી વાત સામે આવી છે.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે