લોકસભા ચૂંટણી 2014: 'અચ્છે દિન'ની આશામાં લોકોએ ભાજપનો કર્યો બેડો પાર, નરેન્દ્ર મોદી બન્યા PM


  • Published By :
  • Published Date : 2023-10-17 19:17:08

'મોદી લહેર'ના કારણે ભારતીય જનતા પાર્ટીને 16મી લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો અને 283 બેઠકો જીતી હતી. દેશને 3 દાયકા સુધી ગઠબંધન સરકારોનો સામનો કરવો પડ્યો હતો. 1989 બાદથી દેશમાં સતત ગઠબંધન સરકારોનો સીલસીલો ચાલુ રહ્યો હતો. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી મેળવીને રાજીવ ગાંધીના નેતૃત્વમાં પોતાની સરકાર બનાવી હતી. 1984માં કોંગ્રેસ પછી, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાની તાકાત પર સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો જીતનાર પ્રથમ પક્ષ બન્યો હતો. 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી. જો કે સંપૂર્ણ બહુમતી હોવા છતાં, ભાજપે એનડીએના ઘટક પક્ષો સાથે તેમણે સરકાર બનાવી હતી. નરેન્દ્ર મોદીએ 26  મે 2014 ના રોજ 19મા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા આ સાથે જ દેશમાં તેમના પ્રથમ કાર્યકાળનો શુભારંભ થયો હતો.



નવ તબક્કામાં મતદાન


ભારતમાં 7 એપ્રિલથી 12 મે 2014 વચ્ચે સોળમી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 2014ની લોકસભા ચૂંટણી માટે નવ તબક્કામાં મતદાન થયું હતું. 2014માં દેશના 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં દેશભરમાંથી કુલ 8,251 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 2014ની સામાન્ય ચૂંટણી સમયે દેશમાં કુલ 83 કરોડ 40 લાખ 82 હજાર 814 મતદારો હતા. આ ચૂંટણીમાં દેશભરમાં કુલ 66.44 ટકા મતદાન થયું હતું. નાગાલેન્ડમાં સૌથી વધુ 87.91 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 49.72 ટકા મતદાન થયું હતું. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં, દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની તરફેણમાં લહેર હતી અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) ગઠબંધન બહુમતીથી દૂર રહ્યું હતું. ભાજપે પૂર્ણ બહુમતી સાથે NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) સરકારની રચના કરી હતી.


લોકસભા ચૂંટણી 2014માં મુખ્ય પક્ષો


ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) 2014 માં યોજાયેલી 16મી સામાન્ય ચૂંટણીઓમાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો હતા. આ સિવાય 458 પ્રાદેશિક અને અન્ય નાના પક્ષો પણ હતા. લોકસભા ચૂંટણી 2014માં, બસપાએ 503, કોંગ્રેસે 464, ભાજપે 428, સીપીએમ 93, સીપીઆઈએ 67 અને એનસીપીએ 36 લોકસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.


2014માં, ભાજપે શિવસેના, AIADMK, તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને અન્ય પ્રાદેશિક પક્ષો સાથે NDA ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને NCP સહિત અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને યુપીએમાંથી ચૂંટણી લડી હતી.


દેશમાં મોદી યુગનો ઉદય


વર્ષથી 2004થી સત્તાની બહાર રહેલી ભાજપે લાલ કૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં 2009 ની ચૂંટણી લડી હતી પરંતુ તે સફળ થઈ ન હતી અને યુપીએ-2 કોંગ્રેસના નેતૃત્વમાં પરત ફર્યું હતું અને મનમોહન સિંહ સતત બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. જે બાદ ભાજપમાં નવા નેતૃત્વ માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી. 2013 માં ભાજપની ગોવા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દ્વારા, નરેન્દ્ર મોદીને ભાજપમાં સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમના નજીકના સહયોગી અમિત શાહને ઉત્તરપ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો હતો. 1990ના દાયકાથી યુપીમાં ભાજપ કંઈ ખાસ કરી શક્યું નહોતું. 2014ની ચૂંટણી બ્રાન્ડ મોદીની ઈમેજ અને અમિત શાહની ચૂંટણી વ્યૂહરચના સાથે લડવામાં આવી હતી. ભાજપે યુપીમાં 80માંથી 71 લોકસભા સીટો જીતી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી બેઠક પરથી જીત્યા હતા. વડોદરામાં મોદીએ કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને અને વારાણસીમાં કેજરીવાલને હરાવ્યા હતા. નરેન્દ્ર મોદી સત્તાના શિખરે પહોંચ્યા અને 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન બન્યા હતા.


આઝાદી પછી કોંગ્રેસની સૌથી મોટી હાર


2014ની લોકસભા ચૂંટણી આઝાદી પછીની પહેલી ચૂંટણી હતી જેમાં કોંગ્રેસને આટલી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 464 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં માત્ર 44 ઉમેદવારો ચૂંટણી જીતીને સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. આ ચૂંટણીમાં ન માત્ર 178 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી, પરંતુ કોંગ્રેસ 19 રાજ્યોમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. આ રાજ્યોમાં ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, ઓરિસ્સા, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઝારખંડ, ઉત્તરાખંડ, આંદામાન અને નિકોબાર, ચંદીગઢ, દાદર નગર હવેલી, દિલ્હી, દમણ દીવ, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કર્ણાટકમાં સૌથી વધુ 9 બેઠકો જીતી હતી. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 2, અરુણાચલ પ્રદેશમાં 1, આસામમાં 3, બિહારમાં 2, હરિયાણામાં 1, કેરળમાં 8, મધ્યપ્રદેશમાં 2, મહારાષ્ટ્રમાં 2, મણિપુરમાં 2, મેઘાલયમાં 1, મિઝોરમમાં 1 , કોંગ્રેસે પંજાબમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, પશ્ચિમ બંગાળમાં 4 અને છત્તીસગઢમાં 1 બેઠક જીતી હતી.


2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 31.34 ટકા અને કોંગ્રેસને 19.52 ટકા વોટ મળ્યા હતા. આ સિવાય પ્રાદેશિક પક્ષોને 15.20 ટકા વોટ મળ્યા છે. લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપને સંપૂર્ણ બહુમતી મળી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની હતી.


આ છ રાજ્યોમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું


લોકસભા ચૂંટણી 2014માં ભાજપે કુલ 428 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 282 ઉમેદવારો ચૂંટણી જીતીને સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. આ ચૂંટણીમાં પાંચ રાજ્યો એવા હતા જ્યાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. આ રાજ્યોમાં ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ભાજપે ગોવામાં 2, ગુજરાતમાં 26, હિમાચલ પ્રદેશમાં 4, ઉત્તરાખંડમાં 5, દિલ્હીમાં 7 અને રાજસ્થાનમાં 25 બેઠકો જીતી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી જીત ઉત્તર પ્રદેશમાંથી મળી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપે કુલ 71 બેઠકો પર જીત મેળવી હતી. ચૂંટણી પંચના આંકડા મુજબ, આ ચૂંટણીમાં ભાજપે આંધ્રપ્રદેશમાંથી 3, અરુણાચલ પ્રદેશમાંથી 1, આસામમાંથી 7, બિહારમાંથી 22, હરિયાણામાંથી 7, જમ્મુ-કાશ્મીરમાંથી 3, કર્ણાટકમાંથી 17, મધ્યપ્રદેશમાંથી 27, 27 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાંથી 27, ઉત્તર પ્રદેશમાંથી 23, ઓરિસ્સામાંથી 1, પશ્ચિમ બંગાળમાંથી 2, છત્તીસગઢમાંથી 10, ઝારખંડમાંથી 12, આંદામાનમાંથી 1, ચંદીગઢમાંથી 1, દાદર નગર હવેલીમાંથી 1 અને દીવ-દમણમાંથી 1 બેઠક જીતી.


યુપીમાં ભાજપે 80માંથી 71 સીટો જીતી 


ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 80માંથી 71 બેઠકો જીતી હતી. ત્યાં કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી. જ્યારે બે બેઠકો 'અપના દળ' જીતી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 5 બેઠકો જીતી હતી.


UPA સરકારના કૌભાંડોના કારણે કોંગ્રેસનો થયો સફાયો 


વર્ષ 2004 અને 2014 વચ્ચે થયેલા ત્રણ મોટા કૌભાંડોએ કોંગ્રેસના મતદાર આધારને સૌથી વધુ ફટકો આપ્યો હતો. વાસ્તવમાં, 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ પ્રથમ વખત 2008માં પ્રકાશમાં આવ્યું હતું. જેમાં યુપીએ સરકારના ટેલિકોમ મંત્રી એ રાજા પર ખાનગી મોબાઈલ કંપનીઓને કથિત રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સરકાર પર આ ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ખોટી રીતે મોબાઈલ સ્પેક્ટ્રમની ફાળવણી કરવાનો આરોપ હતો, જેનાથી દેશની આવકને લગભગ 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ પછી 2010નું કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ સામે આવ્યું હતું. વાસ્તવમાં 2010માં ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. તેના આયોજનમાં વ્યાપક કૌભાંડ થયા હોવાના આક્ષેપો થયા હતા. આ સિવાય 2012માં કોલસા કૌભાંડના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર લોકોની નજરમાંથી ઉતરી ગઈ હતી. 1.86 લાખ કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સપ્ટેમ્બર 2014માં સુપ્રીમ કોર્ટે 214 ખાણોની ફાળવણી રદ કરી દીધી હતી. આ કૌભાંડો વચ્ચે અણ્ણા હજારેએ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. જેના કારણે સૌથી વધુ નુકસાન સત્તાધારી કોંગ્રેસને થયું હતું.


BSPના 447 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત


લોકસભા ચૂંટણી 2014માં 8251 ઉમેદવારોએ સાંસદ તરીકે સંસદમાં પ્રવેશવા માટે પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય દરજ્જો ધરાવતા 6 પક્ષોના 1591 ઉમેદવારોનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં કુલ 7000 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય પક્ષોના 807 ઉમેદવારોનો સમાવેશ થતો હતો. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, BSPએ લોકસભા ચૂંટણી 2014માં કુલ 503 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો. આ ચૂંટણીમાં BSPના સૌથી વધુ 447 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2014માં ભાજપના 62, સીપીઆઈના 1, સીપીએમના 50, કોંગ્રેસના 178 અને એનસીપીના 13 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..