લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અપનાવશે 'નો રિપીટ થિયરી', કયા સાંસદ થશે ઘરભેગા?


  • Published By :
  • Published Date : 2023-01-31 21:22:30

ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપને ત્રિપાંખિયા જંગનો સામનો કરવો પડશે. ભાજપે નેતા નેતાઓને ચૂંટણી માટે સંગઠનને મજબુત બનાવવા તથા પેજ પ્રમુખની સ્ટ્રેટેજીનો ચુસ્તપણે અમલ કરવા માટે કામે લગાડી દીધા છે. ભાજપને હિંદી બેલ્ટમાં કોઈ મોટા ચમત્કારની આશા નથી. આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો જીતવા માટે સંકલ્પબધ્ધ છે.


લોક સભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી


ભાજપ લોકસભાની ચૂંટણી માટે પણ વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્ટ્રેટેજી અપનાવશે. ભાજપ આ વખતે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ, મોહનભાઈ કુંડારીયા, નારાયણભાઈ કાછડિયાનું પત્તું કાપશે તેવું પાર્ટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તે જ પ્રકારે ભાજપ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવાના મૂડમાં નથી. તેમને પોતાની લોકસભાની સીટો નક્કી કરવાનું કહીં દેવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા ભાવનગર અને પરષોત્તમ રૂપાલા રાજકોટની સીટ પરથી ચૂંટણી લડે તેવું મનાય છે. હવે આવી સ્થિતિમાં, કેટલાક વર્તમાન સાંસદોની બેઠકોમાં માત્ર ફેરબદલ થશે નહીં, પરંતુ કેટલાકને પડતા મૂકવામાં આવી શકે છે અથવા તેમને અન્ય જગ્યાએ ગોઠવવામાં આવી શકે છે.


પાર્ટીમાં બળવાખોરીની આશંકા


વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા અસંતોષ જોવા મળ્યો હતો અને કેટવાક ધારાસભ્યોએ પાર્ટીની શિસ્તની ઐસીતૈસી કરીને પણ ચૂંટણી લડી હતી. હવે જો આવી જ સ્થિતી લોકસભાની ચૂંટણીમાં સર્જાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. આ કારણે જ ભાજપના ટોચના નેતાઓ ફુંકી-ફુંકીને રણનિતી બનાવી રહ્યા છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે