Lok Sabha Elections: સમાજવાદી પાર્ટીની 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ડિમ્પલ યાદવ મૈનપુરીથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-01-30 21:37:54

સમાજવાદી પાર્ટીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સંભલથી વર્તમાન સાંસદ શફિકુર રહેમાન વર્કને તક આપવામાં આવી છે.


આ ઉમેદવારોને મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ જે અન્ય 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં આંબેડકર નગરથી લાલજી વર્મા, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, એટાથી દેવેશ શાક્ય, બદાયુનથી ધર્મેન્દ્ર યાદવ, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદૌરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનૌથી રવિદાસ મહરોત્રા, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, અકબરપુરથી રાજારામ પાલ, ફર્રુખાબાદથી ડૉ.નવલ કિશોર શાક્ય, બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.



ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.

ગુજરાતના હવામાનમાં એકા એક પલટો આવ્યો છે. આગામી દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.. કૃષિ મંત્રીએ પાક નુકસાનનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ આપી દીધા હતા

વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ગંગાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.. ગંગા નદીને આપણે ત્યાં પાપનાશીની કહેવામાં આવે છે.. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે.

પોઈચા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોઈચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે.. તેઓ મૂળ વતની અમરેલીના હતા અને હાલ તે સુરતમાં રહેતા હતા. 8 લોકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે..