ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જાણો કોણ છે આપણા 'કરોડપતિ' લોકસેવકો?


  • Published By :
  • Published Date : 2022-11-21 13:42:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં કરોડપતિ ઉમેદાવરો ઉતર્યા છે, આ ટાણે આપણા કરોડપતિ લોકસેવકો અંગે જાણવું રસપ્રદ બની રહેશે.


જયંતિ પટેલ


માણસા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ 2022ની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલ હરીફ છે. તેમણે તેમના ઉમેદવારી ફોર્મ સાથે દાખલ કરેલ ચૂંટણી એફિડેવિટમાં રૂ. 661. 29 કરોડની સંપત્તિ જાહેર કરી છે. 2012 અને 2017ની ચૂંટણીના સોગંદનામાનું વિશ્લેષણ દર્શાવે છે કે જયંતિ પટેલ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ધનિક ઉમેદવાર છે.


64 વર્ષીય જયંતિ પટેલે  તેમની સંપત્તી અંગે એક કુશળ રાજકારણીને શોભે તેવી નમ્રતાથી કર્યું “હું તે નથી જાણતો કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. હું ત્રણ દાયકાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છું. મારા પુત્ર અને મેં અમારો વ્યવસાય સ્થાપિત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને આજે અમે ખુશ છીએ કે તે બિઝનેશ સફળતાથી ચાલે છે,”પટેલને એક પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. તેમના પિતા સોમા પટેલ માણસા તાલુકાના અજોલ ગામમાં ખેડૂત હતા. હાલ પરિવાર ગાંધીનગર જિલ્લાના નભોઇ ખાતે રહે છે. જયંતિ પટેલ કહ્યું કે તેઓ ભાજપ સાથે તેના જનસંઘના સમયથી જોડાયેલા છે.


જયંતિ પટેલે એફિડેવિટમાં સત્તાવાર રીતે જાહેર કરેલી સંપત્તિની વિગત મુજબ તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 44. 22 લાખ છે જ્યારે તેમની પત્ની આનંદી બેનની વાર્ષિક આવક રૂ. 62. 7 લાખ છે. તેમની પાસે રૂ. 92. 4 લાખની જ્વેલરી છે જ્યારે તેમની પત્ની પાસે રૂ. 1.2 કરોડની જ્વેલરી છે. તેમના પરિવારની જંગમ સંપત્તિ રૂ. 147. 04 કરોડની છે અને સ્થિર સંપત્તિ રૂ. 514 કરોડની છે. તેમની કુલ જવાબદારી (liability) રૂ. 233. 8 કરોડ છે.


બળવંતસિંહ રાજપૂત


બળવંતસિંહ રાજપૂત કે જેઓ સિદ્ધપુરથી ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે, તેઓ રૂ. 447 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરના સૌથી ધનિક ઉમેદવાર છે, બળવંતસિંહ રાજપૂત રૂ. 13 કરોડની જવાબદારી ધરાવે છે.


પબુભા માણેક


દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ રૂ. 178. 58 કરોડ છે. જ્યારે પબુભા માણેકની જવાબદારી રૂ. 1. 74 કરોડની છે.


 ઈન્દ્રનીલ રાજ્યગુરુ 


કરોડપતિ ઉમેદવારોમાં ચોથા સ્થાને રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે. જેમણે તેમની એફિડેવિટમાં કુલ રૂ. 159. 84 કરોડની સંપત્તિ દર્શાવી છે, 


રમેશ ટીલારા


રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલારા આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે. તેમની સત્તાવાર સંપત્તી રૂ. 124. 86 કરોડની સંપત્તિ છે. 


ધર્મેન્દ્રસિંહ વાઘેલા


વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રૂ. 111. 97 કરોડની સંપત્તિ જાહેર કરી છે, તેઓ આ યાદીમાં આવતા છઠ્ઠા સૌથી ધનિક ઉમેદવાર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે