Lokrakshak Recruitment Boardએ પોતાની Website પર કરી Lokrakshak અને PSIની ભરતીની જાહેરાત, સાંભળો યુવરાજસિંહની પ્રતિક્રિયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 17:47:57

પોલીસમાં ભરતી થવા માટે અનેક યુવાનોને સપના જોયા હશે. અનેક લોકો એની પ્રતિક્ષા પણ કરતા હશે કે ક્યારે ભરતીની જાહેરાત કરવામાં આવે. ત્યારે પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પોલીસની ભરતી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે અને જે મુજબ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની, SRPની, પોસ્ટ જેલ સિપાહીની, અને જેલ મહિલા સિપાહીની ભરતી કરવામાં આવશે. આ અંગની વિગતો બહાર પાડવામાં આવી ગઈ છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ મિત હતું.  


આ પોસ્ટ માટે કરવામાં આવશે ભરતી!

ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા પોલીસભરતીને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 12,472 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત 472 નવા પીએસઆઈની ભરતી કરવામાં આવશે જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. તે ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર આઈપીએસ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આની પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.