Loksabha Election 2024: BJP સાંસદોના રિપોર્ટ કાર્ડ પરથી સમજો કેમ અનેક સાંસદોની કપાઈ ટિકિટ અને કેમ અમુક સાંસદોને કરાયા રિપીટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 13:15:38

લોકશાહીમાં લોકોનો અવાજ મહત્ત્વપૂર્ણ છે. જે શાસનમાં નાગરિકોને તેમના જીવનને અસર કરતા મુદ્દાઓ વિષે તેમનાં મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર ન હોય તેને લોકશાહી કેવી રીતે કહી શકાય ? આ અધિકારને લીધે લોકશાહીમાં લોકો તેમને સ્પર્શતી પાણી, ખોરાક, આવાસ, આરોગ્ય-સંભાળ, શિક્ષણ, યોગ્ય કામ, વાજબી વેતન, કાનૂન વ્યવસ્થા અને સ્વચ્છ આબોહવા જેવી અનેક મૂળભૂત બાબતો અંગે અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, પ્રશ્નો પૂછી શકે છે અને સરકારી નીતિઓના ઘડતરમાં ફાળો પણ આપી શકે છે..... પણ નીતિ ઘડતરમાં ફાળો આપનારા લોકો જ ચૂપ રહે તો... અને જો ચૂપ રહે તો જ એમને તક મળતી હોય તો.... 


જાણો ગુજરાતના સાંસદોનો રિપોર્ટ કાર્ડ

ભાજપમાં લોકસભા માટે ઉમેદવારની પસંદગી કોના આધારે થાય છે, તો આ ગણિત આજે સમજવું છે..... સાંસદોના રિપીટ અને નો રિપીટ થવા પાછળ આ થિયરી કામ કરી ગઈ, અથવા કહો કે કેટલાક સાંસદોને નડી ગઈ છે. ભારતમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 7મી મેના રોજ મતદાન અને 4 જૂને રિઝલ્ટ આવી જશે. ગુજરાતમાં ભાજપ હેટ્રીક ફટકારવાના મૂડમાં છે તો આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપને રોકવા માગે છે. અમે અહીં તમને ભાજપના સાંસદોનું રિપોર્ટકાર્ડ આપી રહ્યાં છે. 


આ કારણોસર અનેક સાંસદોની કપાઈ છે ટિકીટ! 

આમાંથી કેટલાક સાંસદો ફરી રિપીટ થયા છે. આ રિપોર્ટ કાર્ડના આધારે આપ જાણી શકશો કે ટિકિટ લેવી હોય તો તમારે શું કરવું જોઈએ? ભાજપે સંસદમાં સૌથી વધુ હાજરી આપનાર સાંસદનું પત્તું જ કાપી દીધું છે.  26માંથી 26 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 17મી લોકસભામાં એટલે 2019થી 10 ફેબ્રુઆરી 2024માં ગુજરાતના 26 સાંસદોની સંસદમાં સરેરાશ 79 ટકા હાજરી નોંધાઈ હતી અને તેમના દ્વારા સરેરાશ 206 સવાલ પૂછવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી કુલ પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. આમ આ સાંસદોએ એક્ટિવ થઈને સરકારને સવાલો કર્યા હતા. જોકે, તેમની એક્ટિવનેસ ફળી નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... હા, કોઈક સાંસદ અપવાદ રહ્યાં હોઈ શકે છે . જેઓને ફરી રીપિટનો લાભ થયો છે પણ આ માત્ર અપવાદરૂપ જ ગણાય.... ગુજરાતે ચૂંટેલા પ્રતિનિધિઓએ સંસદમાં જનતાનો અવાજ ઉઠાવાની તક ગુમાવી!

2019માં ચૂંટાયેલા સાંસદોની 17મી લોકસભામાં સરેરાશ હાજરી 87 ટકા હતી. જેની સરખામણીએ ગુજરાતના સાંસદોની હાજરી 79 ટકા રહી હતી. આમ ગુજરાતના સાંસદો સંસદથી સરેરાશની તુલનામાં દૂર રહ્યાં હતા. આમ ગુજરાતે ચૂંટેલા પ્રતિનિધિઓએ સંસદમાં તમારા પ્રશ્નો ઉઠાવવાની તક ગુમાવી હતી. ગુજરાતમાંથી સૌથી વધુ હાજરી પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની 96 ટકા રહી હતી. જો કે, ભાજપે સંસદમાં સૌથી વધુ હાજરી આપનારા આ સાંસદને ઘરભેગા કરી દીધા છે. રતનસિંહ 4 લાખની વોટથી જીત્યા હોવા છતાં ભાજપે અહીં તેમની પર ભરોસો મૂક્યો નથી. 


કયાં સાંસદે સંસદમાં કેટલી ભરી હાજરી? 

ગુજરાતના અન્ય સાંસદો કે જેમની હાજરી 90 ટકાથી વધુ હતી એમાં છોટા ઉદેપુરનાં ગીતાબેન રાઠવા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપુરા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ અને  બનાસકાંઠાના પરબત પટેલનો સમાવેશ થાય છે. આ સાંસદો મોટાભાગના સત્રમાં હાજર રહ્યાં છે. આ સિવાય આણંદના મિતેષ પટેલ, અમદાવાદ પશ્ચિમના કિરિટ સોલંકીનો સમાવેશ થાય છે. જો કે, ભાજપે સંસદમાં સૌથી વધારે હાજર રહેનારા તમામ સાંસદોના પત્તાં કાપી દીધા છે. આ સાંસદોને સંસદમાં હાજર રહેવાનું ઈનામ મળ્યું હોવાનો ઘાટ ઘડાયો છે. 


વલસાડના સાંસદે એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી ન હતી! 

ગુજરાતના સાંસદોની સરેરાશ દેશના અન્ય સાંસદોની સરેરાશ કરતાં ઓછી જોવા મળી છે. ગુજરાતના સાંસદોએ સરેરાશ 206 સવાલ પૂછ્યા હતા જ્યારે આ મામલે દેશની એવરેજ 210 હતી. અમરેલીના નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ 471 સવાલ પૂછવામાં આવ્યા હતા જે સૌથી વધારે એક્ટિવ રહ્યાં હતા. જોકે, ભાજપે તેમને રિપીટ કર્યા નથી. સંસદમાં વલસાડના કે.સી. પટેલે સંસદમાં એકપણ સવાલ પૂછવાની તસ્દી લીધી નહોતી. ગુજરાતમાંથી કુલ પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા.  


કયા સાંસદે સંસદમાં કેટલા પૂછ્યા પ્રશ્ન?

સંસદના સત્રમાં ડિબેટ્સમાં ભાગ લેવામાં પણ ગુજરાતના મોટાભાગના સાંસદો નીરસ રહ્યા હતા. ડિબેટ્સમાં ભાગ લેવા માટે ગુજરાતના સાંસદની સરેરાશ 29.9 ટકા જ્યારે આ મામલે નેશનલ એવરેજ 46.7 ટકા હતી. પ્રાઈવેટ મેમ્બર્સ બીલમાં ગુજરાતના સાંસદોની સરેરાશ 0.8 ટકા હતી. આમ ગુજરાતના સાંસદો એક્ટિવ નથી અને ગુજરાતના મામલાઓ સંસદમાં ઉઠી રહ્યા ન હોવાનું ચિત્ર બહાર આવી રહ્યું છે.  સંસદમાં સૌથી ઓછી હાજરી વિનોદ ચાવડાની 73 ટકા અને રમેશ ધડૂકની 76 ટકા રહી છે. સંસદમાં એક્ટિવ થઈને પ્રશ્નો પૂછનાર સાંસદોની વિગતો જોઈએ તો મોહન કુંડારિયાએ 380 પ્રશ્નો પૂછ્યા છે. ભારતીબેન શિયાળે 339, રાજેશ ચુડાસ્માએ 364, પરબત પટેલે 360 પ્રશ્નો પૂછ્યા છે. 


જે સાંસદોએ પ્રશ્ન નથી પૂછ્યા તેમને કરાયા રિપીટ

સંસદમાં એક્ટિવ થઈને અવાજ ઉઠાવવામાં નબળા સાબિત થનારને પણ ભાજપે રિપિટ કર્યા છે. પરભુ વસાવાએ સંસદમાં માત્ર 99 પ્રશ્નો પૂછ્યા હતા. મનસુખ વસાવાએ પણ 128 પ્રશ્નો, ભરતસિંહ ડાભીએ માત્ર 06 પ્રશ્નો, વિનોદ ચાવડાએ 103 અને દેવુંસિંહ ચૌહાણે 88 પ્રશ્નો પૂછ્યા છે. સંસદમાં સીઆર પાટીલે પણ 124 પ્રશ્નો ઉઠાવ્યા હતા. આમ જે સાંસદો પ્રશ્નો ઉઠાવવામાં પાછળ રહ્યાં હતા. તેઓને ફાયદો થયો છે. 


સંસદમાં ઓછા એક્ટિવ રહેશો તો જ ફાયદામાં રહેશો! 

આ બતાવે છે કે ભાજપમાં સંસદમાં ઓછી હાજરી અને ઓછા એક્ટિવ હશો તો ચાલશે પણ વધુ એક્ટિવ થવું નુક્સાનકારક છે.... એટલે આ રિપોર્ટ કાર્ડ પરથી કહી શકાય કે ભાજપ માટે  Winability સૌથી મોટું ફેક્ટર છે, અને એટલે જ સંસદની ગણતરી કરતા પણ જમીની સમીકરણ વધારે મહત્વના ગણાય છે...... પણ અહીં એ ચોક્કસ કહીશ કે પૂછેલા પ્રશ્નો કરતા પણ જનતા સાથે તેમનું કનેક્શન કેવું છે એ ખબુ મહત્વનું છે.... લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.