Loksabha Election 2024 | Shaktisinh Gohilએ પક્ષ છોડી ભાજપમાં જનારા પર કર્યા પ્રહારો, સાંભળો નિવેદન આપતા શું કહ્યું..?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:15:39

ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાનો પક્ષ છોડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.

ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓએ ધારણ કર્યો છે કેસરિયો!

ગુજરાતમાં થોડા સમયથી પક્ષ પલટાની મૌસમ જામી છે. પોતાનો પક્ષ છોડી નેતાઓ બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. થોડા દિવસ થયા નથી કે ભાજપમાં ભરતી મેળો થતો નથી..! કોંગ્રેસમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ માટે એવું માનવામાં આવતું હતું કે શક્તિસિંહના આવ્યા બાદ કદાચ પરિસ્થિતિ બદલાય. પરંતુ તેમના સમયમાં પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. 


પક્ષપલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તે બાદ તે  બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ ત્યારે પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે પક્ષ પલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. પક્ષપલટો કરનાર પર આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના પદને છોડી જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં ગયા છે તેમને જ ભાજપ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે