Loksabha Election 2024 : આજે છેલ્લા તબક્કા માટે થઈ રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-06-01 12:37:16

દેશમાં લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટ માટે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. 904 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે.. આજની ચૂંટણી પર સૌથી વધારે લોકોનું ફોકસ હશે કારણ કે પીએમ મોદી જે સીટથી ઉમેદવાર છે તે બેઠક માટે મતદાન થવાનું છે.. સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓની બેઠકો પર પણ નજર રહેવાની છે.. 9 વાગ્યાસુધીમાં સરેરાશ 11.31 ટકા મતદાન થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

11 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 24.23 ટકા મતદાન થયું છે જ્યારે ચંદીગઢમાં 25.03 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં 31.2 ટકા જ્યારે ઝારખંડમાં 29.55 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 29.55 ટકા જ્યારે ઓડિશામાં 22.64 ટકા મતદાન થયું છે. પંજાબમાં 23.91 ટકા મતદાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 28.02 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા મતદાન થયું છે.. 11 વાગ્યા સુધી સરેરાશ 26.3 ટકા મતદાન નોંધાયું છે..  


ઉત્તર પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઝારખંડ,પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ હિમાચલ પ્રદેશની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે..  સવારે 9 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનના ટકાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 12.94 ટકા મતદાન થયું છે, ઓડિશામાં 7.69 ટકા મતદાન થયું છે, ચંદીગઢમાં 11.64 ટકા મતદાન થયું છે, ઝારખંડમાં 12.15 ટકા જ્યારે પંજાબમાં 9.64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 12.63 ટકા મતદાન જ્યારે બિહારમાં 10.54 ટકા મતદાન થયું છે જ્યારે હિમાલચ પ્રદેશમાં 14.35 ટકા મતદાન 9 વાગ્યા સુધી નોંધાયું છે..    



કઈ બેઠકો પર સૌ કોઈની નજર? 

ઉત્તર પ્રદેશની વારાણસી પર સૌ કોઈની નજર રહેલી છે.. કારણ કે આ બેઠક પરથી પીએમ મોદીએ સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી છે.. તો બીજી તરફ કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજય રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.. બસપાએ અતહર જમાલ લારીને ટિકીટ આપી છે..  તે સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.. તેમની સામે કોંગ્રેસે સતપાલ રાયસાદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. 


ચોથી જૂને આવવાનું છે પરિણામ 

તે સિવાય મંડીની બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી કારણ કે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ છે.. મહત્વનું છે કે દરેકની નજર ચોથી જૂન પર રહેલી છે જ્યારે ચૂંટણી માટેનું પરિણામ સામે આવશે.. દરેક પાર્ટી પોતાના જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.. ત્યારે જોવું રહ્યું કે મતદાતા કોની શિરે વિજયનો તાજ પહેરાવે છે..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.