Loksabha Election 2024: Valsad બેઠક પર જે જીતે તેની બને છે સરકાર, કોણ છે બાજીગર? સમજો વિગતવાર આ બેઠકના રાજકીય સમીકરણને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-20 11:19:13

રાજનીતિમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી હોતું પરંતુ અનેક માન્યતાઓ એવી હોય છે જેને રાજકીય પક્ષો તેમજ લોકો માનતા હોય છે! લોકસભા ચૂંટણીને લઈ રણશિંગુ ફુંકાઈ ગયું છે અને રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જ્યારે કોંગ્રેસે 6 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લોકસભા જીતવા માટે બંને પક્ષો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરીશું એવી લોકસભા બેઠકની જેના તાર સીધા કેન્દ્રમાં બનતી સરકાર સાથે જોડાયેલા છે! એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે જીતે છે તેની સરકાર બને છે. એવું કહેવાય છે કે જે પણ પક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે.  

જે પક્ષના ઉમેદવાર આ સીટ પર જીતે છે તે પક્ષની કેન્દ્રમાં બને છે સરકાર!

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી બેઠક છે. 1962થી આ વાત સાચી સાબિત થાય છે કે જે ઉમેદવાર આ બેઠક પરથી જીતે છે તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી જનતા દળ હોય.. બીજી વિશેષતા એવી છે આ બેઠકની કે કોઈ પક્ષ માટે આ બેઠક ક્યારેય વફાદાર નથી રહી. આદિવાસી બહુમલક ધરાવતી આ બેઠક જાણીતિ છે તેની લોકવાયકાને કારણે. સમગ્ર દેશની નજર આ બેઠક પર હોય છે. વર્ષ 2004 અને 2009ની ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી. અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2019 અને 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની થઈ હતી. કે.સી. પટેલ વિજેતા બન્યા હતા અને તે વખતે એનડીએની સરકાર બની હતી. આ વખતે ભાજપે નવા ચહેરાને મોકો આપ્યો છે. કે.સી.પટેલનું પત્તુ આ વખતે કપાયું છે.  

આ લોકસભા બેઠક પર થવાનો છે આ બંને ઉમેદવાર વચ્ચે જંગ!

બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે આરક્ષિત છે. ગુજરાતના રાજકારણમાં આ બેઠક બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ઉમેદવાર કે.સી.પટેલે 2014 અને 2019માં ચૂંટણા લડી અને ભાજપની જીત થઈ. કપરાડાનો પણ આ બેઠકમાં સમાવેશ થાય છે. વલસાડ બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે જ્યારે ભાજપ દ્વારા ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..