Loksabha Election 5th Phase : 49 બેઠકો માટે આજે મતદાન , જાણો કયા રાજ્યમાં થયું સૌથી વધારે મતદાન 9 વાગ્યા સુધીમાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-20 11:40:35

દેશમાં લોકશાહીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાત તબક્કા અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું અને આજે પાંચમા તબક્કા અંતર્ગત દેશના આઠ રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. 49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે  મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ક્યાં કેટલા ટકા નોંધાયું મતદાન? 

દર પાંચ વર્ષે આપણે ત્યાં લોકસભા માટે મતદાન થાય છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો  ઉપયોગ કરી સરકારની પસંદગી કરે છે... સાત ચરણમાં મતદાન થવાનું હતું જેમાં ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સવારે નવ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 8.86 ટકા મતદાન થયું છે, જમ્મુ કાશ્મીરમાં 7.63 ટકા મતદાન થયું છે , ઝારખંડમાં 11.68 ટકા મતદાન થયું છે. લદ્દાખમાં 10.51 ટકા મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં 6.33 ટકા મતદાન, ઓડિશામાં 6.87 ટકા મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 12.89 ટકા મતદાન અને પશ્ચિમ બંગાળમાં 15.35 ટકા મતદાન થયું છે..

ફિલ્મ જગતના કલાકારો, રાજનેતાઓ સહિત લોકોએ કર્યો  મતાધિકારનો ઉપોગ

મહત્વનું છે કે મતદાન કરવા માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવે છે.. પીએમ મોદીએ પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.. અનેક રાજનેતાઓએ, ફિલ્મ કલાકારોએ. આરબીઆઈ ગવર્નર સહિતના લોકોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કર્યો છે.. પાંચમા ચરણના તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ જેવા કે રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયેલ, રાહુલ ગાંધી સહિત અનેક ઉમેદવારના ભાવિ દાવ પર લાગ્યા છે.. 


કોણ ક્યાંથી લડી રહ્યું છે ચૂંટણી?

રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી મતદાન લડી રહ્યા છે, જ્યારે અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધીની 2019માં જીત થઈ હતી.. આ વખતે રાહુલ ગાંધીને ત્યાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.    લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.