Loksabha election 6th Phase voting : 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું નોંધાયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:00:17

દેશમાં લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે.. સાત ચરણોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે એમાંથી આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સીટો માટે મતદાન થઈ રહ્યું અને આજે 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.. બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની 4, દિલ્હીની તમામ બેઠકો એટલે કે 7 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. તે ઉપરાંત ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે.

ક્યાં કેટલું નોંધાયું મતદાન 3 વાગ્યા સુધી? 

3 વાગ્યા સુધીમાં બિહારમાં 45.21 ટકા મતદાન થયું છે, હરિયાણામાં 46.26 ટકા મતદાન થયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં 44.41 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 54.34 ટકા મતદાન જ્યારે દિલ્હીમાં 44.58 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 48.44 ટકા મતદાન થયું છે.  ઉત્તર પ્રદેશમાં 43.95 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન થયું છે.. 49.2 સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર..         



આ દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે થશે ફેંસલો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને નિવેદન આપ્યું છે.. મહત્વનું છે કે અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર તેમજ રાવ ઈન્દ્રજીત સિંહના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. તે સિવાય મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે...



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .