Loksabha Election : Sabarkantha Loksabha બેઠક પર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિપ્રદર્શન સાથે ભર્યું ફોર્મ, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-19 18:21:32

પરષોત્તમ રુપાલાએ ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો છે. પરષોત્તમ રૂપાલાને હરાવવા માટે ક્ષક્ષિય સમાજ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે  જો રુપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિયો પણ ચૂંટણી લડશે...અનેક ક્ષત્રીય મહિલાઓએ ફોર્મ લીધા પરંતુ કોઈએ ફોર્મ ભર્યા નથી તેવી માહિતી સામે આવી છે..  આવામાં સાબરકાંઠા બેઠક જ્યાં વડોદરા પછી સૌથી વધારે ઉમેદવારનો વિરોધ થયો હતો... ભાજપે સૌથી પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને બાદમાં વિરોધ થતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી પણ હવે ભાજપ કોગ્રેસનું ગણિત બગાડવા દિગ્ગજ ક્ષત્રિય નેતાએ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે...  

શોભનાબેન બારૈયાને ટિકીટ અપાતા કાર્યકરોમાં રોષ!

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવી છે તેવી માહિતી સામે આવી છે.. અપક્ષ તરીકે ઉમેદવાર જાહેર કરાતા રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે. ભાજપે સૌપ્રથમ અરવલ્લીમાંથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની ઉમેદવારી પરત ખેચી લેવામાં આવી હતી, ત્યાર બાદ ભાજપે કોંગ્રેસના મહેન્દ્રસિંહના પત્ની શોભનાબેન બારૈયાને એટલે કે આયાતીને ટીકીટ આપી દેતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી દાવેદારી!

તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ મચી જવા પામી છે, ગ્રોમોર કેમ્પસ ખાતે મોટી જાહેર સભા યોજાઈ હતી ત્યાર બાદ હજારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે ભુપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર બહુમારી ભવન ખાતે પહોંચી પોતાની ઉમેદવારી અપક્ષ ઉમેદવાર તરીકે નોધાવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ખરાખરીનો ચૂંટણી જંગ હવે જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ હવે બી,ઝેડ ગ્રુપના સી.ઈ.ઓ  ભુપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.



મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સમર્થકો!

ભુપેન્દ્રસિંહના સમર્થનમાં આજે ગ્રોમોર કેમ્પસ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ૨૫ હજારથી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, સભાના સંબોધન બાદ રેલી સ્વરૂપે  ભુપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા નીકળ્યા હતા, ૭૦૦ કાર અને ૨૦૦ જેટલા બાઈકો સાથે રેલી સહકારી જીનથી છાપરિયા ચાર રસ્તા ખાતે પહોચી હતી, જ્યાં જે.સી.બી વડે સમર્થકોએ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પુષ્પવર્ષા કરી હતી. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોણ બાજી મારી જાય છે? 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.