Loksabha Election : Gujaratની તમામ 26 બેઠકો પર BJPએ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકીટ, જાહેરાત કદાચ ઉમેદવારો માટે પણ સરપ્રાઈઝ હશે..!


  • Published By :
  • Published Date : 2024-03-25 18:04:58

ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. પરંતુ 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને કારણે 6 બેઠકો માટે ઉમેદવરોના નામની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચુંટણી નજીક છે અને ગઈ કાલે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે. બાકી બીજી બધી બેઠકો પર નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.  

વડોદરા તેમજ સાબરકાંઠાના બદલાયા ઉમેદવાર

ગઈકાલે ભાજપે ગુજરાતની 6 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી યાદીમાં ભાજપે બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોષીને ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. આમ ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે.



શોભાબેનને બનાવ્યા ભાજપે સાબરકાંઠાના ઉમેદવાર  

સાબરકાંઠાની વાત કરીએ તો ભીખાજીએ સોશિયલ મીડિયા પર ઉમેદવારી પાછી ખેચી પછી છે. સમર્થકોએ વિરોધ પણ કર્યો અને એ બધાની વચ્ચે નવા ઉમેદવાર જાહેર પણ થઈ ગયા. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભાબેન કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. 50 વર્ષીય શોભનાબેન બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલિસણા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અને મોટી વાત એ છે કે  સતત ત્રીજી વખત પ્રાંતિજ તાલુકાને સાંસદ પદના ઉમેદવાર મળ્યા છે.


આ છે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર

સુરેન્દ્રનગરમાં ચિત્ર બદલાઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે જે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રહેવાસી છે. ચુંવાળિયા કોળી સમાજનો ચહેરો છે. સુરેન્દ્રનગર બેઠક પર ડૉ. મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે જેમના બદલે  ચંદુભાઇ શિહોરાને ટિકિટ મળી છે 


અનેક બેઠકો પર ચિત્ર થઈ ગયું સ્પષ્ટ

ગુજરાતની દરેક બેઠકો પર ચિત્ર ક્લિયર થઈ ગયા છે. બનાસકાંઠા પર બેન vs બેનની જંગ છે. બારડોલી બેઠક પર પ્રભુ વસાવા vs સિદ્ધાર્થ ચૌધરી છે. ભરૂચ પર મનસુખ vs ચૈતર વસાવા જ્યારે ભાવનગરમાં નિમુબેન vs ઉમેશ મકવાણા છે. કચ્છમાં વિનોદ ચાવડા vs નીતિશ લાલન છે જ્યારે પોરબંદરમાં જંગ જમવાની છે જેમાં મનસુખ માંડવિયા vs લલીત વસોયા. તો આ વખતે લોકસભામાં ખેલ જોરદાર થવાનો કારણ કે હજૂ પણ એવું થઈ શકે છે ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી શકે છે. જેવી ઘટના સાબરકાંઠા તેમજ વડોદરામાં જોવા મળી તેવી ઘટના કોઈ બીજી બેઠકો પર જોવા મળી શકે છે..! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.