Loksabha Election : BJPએ વરુણ ગાંધીનું કાપ્યું પત્તુ, PILIBHIT બેઠક પર બહારથી આવેલા નેતાને બનાવ્યા ઉમેદવાર, વરૂણ ગાંધીને મળી કોંગ્રેસમાં જવાની ઓફર!


  • Published By :
  • Published Date : 2024-03-27 14:36:38

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની બેઠકો પરથી ઉમેદવાર જાહેર કરવામાં આક્રામકતા દાખવી છે , તો આ તરફ ઉત્તર પ્રદેશથી પીલીભીત લોકસભાના સિટીંગ સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. અને કોંગ્રેસના આયાતી નેતા જીતીન પ્રસાદને BJPએ ટિકિટ આપી છે. પુત્રની ટિકીટ બીજેપીએ કાપી પરંતુ વરૂણ ગાંધીની માતા એટલે મેનકા ગાંધીને બીજેપીએ ટિકીટ આપી છે. મેનકા ગાંધી  સુલતાનપુર લોકસભા પરથી 2019થી સાંસદ છે અને બીજેપીએ તેમને ટિકીટ આપી દીધી છે. હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ભાજપમાંથી વરૂણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા! 

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વરૂણ ગાંધીને ટિકીટ નથી આપી. વરૂણ ગાંધી હાલ સાંસદ છે પરંતુ તેમને રિપીટ નથી કરવામાં આવ્યા.   જો વરુણ ગાંધીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના આક્રમકઃ નેતા છે, તેઓ ગાંધી પરિવારના સદસ્ય છે. ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બે પુત્ર હતા.સંજય ગાંધી અને રાજીવ ગાંધી. સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના ઉત્તરાધિકારી પણ હતા , વડાપ્રધાન ઈન્દિરા હતા પણ શાસન તો સંજય ગાંધી જ ચલાવતા. પણ સંજય ગાંધીનું ૧૯૮૦ના પ્લેન ક્રેશમાં અવસાન થયું . આ પછી સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને વરુણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા હતા.


અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસમાં આવવા માટે આપ્યું આમંત્રણ 

હવે હાલમાં BJPએ કેમ ટિકિટ કાપી વરુણ ગાંધીની તો સામે એવા કારણો આવી રહ્યા છે કે વરુણ ગાંધી પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા હતા.અને લખીમ પૂર ખીરી વાળા કેસમાં તો તેમણે વર્તમાન કેન્દ્ર અને UPની BJPની સરકારની નિંદા કરી હતી. પાછળથી જોકે થોડાક સમય પેહલા વરુણ ગાંધીએ BJPના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો. અને PM મોદીની પ્રશંસા પણ કરી હતી . તો પણ તેમની ટિકિટ કાપવામાં આવી છે. તો આ તરફ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ ગયા બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેમને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. 


શા માટે કાપવામાં આવી ટિકીટ તે અંગે વાત કરીએ તો... 

જોકે વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને તો BJPએ સુલતાનપુર લોકસભાથી રિપીટ કર્યા છે. એટલે કે BJP હાઈકમાન્ડે ફરી વિશ્વાસ મેનકા ગાંધીમાં બતાવ્યો છે . અહીં એક માહિતીએ પણ આવી રહી છે કે , BJPએ ONE FAMILY અને ONE TICKETનો નિયમ લાગુ કર્યો છે. તેથી પણ આ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ હોઈ શકે છે. અને હવે કદાચ વરુણ ગાંધી કોંગ્રેસ પ્રવેશ કરી, અમેઠી પરથી લડી શકે છે. તો હવે જોઈએ વરુણ ગાંધીનું આગળનું કદમ શું હોય શકે પણ જે હશે અમે તમને જણાવતા રહીશું ?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.