Loksabha Election : મેં ભી ચોકીદાર બાદ BJPનું નવું કેમ્પેઈન, આ દિગ્ગજ નેતાઓએ Social Media પર બદલ્યો બાયો લખ્યું Modi Ka Parivar


  • Published By :
  • Published Date : 2024-03-04 16:42:20

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ પણ બની રહ્યો છે. જો ભાજપ માટે આપણે કહીએ કે તે ચૂંટણીને લઈ તૈયાર જ હોય છે તો તે અતિશયોક્તિ નથી. ભાજપ દ્વારા ચૂંટણીને લઈ દર વર્ષે અલગ અલગ થીમ અપનાવવામાં આવતી હોય છે. 2019માં ભાજપે કેમ્પેઈન શરૂ કર્યું હતું મેં ભી ચોકીદાર તો આ વખતની ચૂંટણીમાં ભાજપે શરૂ કર્યું છે મોદી પરિવાર કેમ્પેઈન. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે મોદી કા પરિવાર.  મોદી કા પરિવાર લખી ભાજપના નેતાઓએ X પર પોતાનો બાયો બદલ્યો છે. દિગ્ગજ નેતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ મોદી કા પરિવાર લખી દીધું છે.

फाइल फोटो

કયા કયા કેમ્પેઈનની થઈ હતી શરૂઆત?

ઈતિહાસ એ લોકોને જ યાદ રાખે છે કે જે લડ્યા છે. જેણે સંઘર્ષ કર્યો છે , ત્યારબાદ જીત હાંસલ કરી છે . તે યુદ્ધ લોકતંત્રનું યુદ્ધ કેમ ના હોય?  આપને જણાવી દઈએ આ લોકતંત્રનું યુદ્ધ જીતવા પણ જનમાનસનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતવું પડે છે . રાજનીતિક વિજ્ઞાન આને ઈંગ્લિશ ભાષામાં કહે છે   Perception Battle.જો તમને યાદ હોય તો ૧૯૭૧ લોકસભાનું સૂત્ર " ગરીબી હટાવો " , ૨૦૦૭ ગુજરાત વિધાનસભા જીતાઈ " મૌત કે સૌદાગર " ની ટેગ લાઈનો આવી હતી. ૨૦૧૪ લોકસભા જીતાઈ " અચ્છે દિન આને વાલે હૈ " ૨૦૧૯ લોકસભા " મેં ભી ચોકીદાર હું " Vs "ચોકીદાર ચોર હે" જેવા કેમ્પેઈન આપણે જોયા ત્યારે હવે ફરી એક કેમ્પેઈન શરૂ થઈ ગયું છે. 




फाइल फोटो

फाइल फोटो

फाइल फोटो

ભાજપના દિગ્ગજ નેતાઓ બદલી રહ્યા છે સોશિયલ મીડિયા પર બાયો!

લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને લઈ ટિપ્પણી કરી હતી. પીએમ મોદીના પરિવારને લઈ લાલુ પ્રસાદે કહ્યું હતું કે મોદીની પાસે તો પરિવાર જ નથી. આ નિવેદનને લઈ હવે રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદીએ તો પોતાના અંદાજમાં આને લઈ જવાબ આપ્યો પરંતુ લાલુ પ્રસાદના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભાજપના દિગ્ગજ નેતાઓ બાયો બદલ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ બાયોમાં "મોદી કા પરિવાર" લખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાયો બદલ્યો છે. પોતાના નામની સાથે લખ્યું છે "મોદી કા પરિવાર".. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે