Loksabha Election Breaking News : ગમે ત્યારે BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી કરી શકે છે જાહેર! જાણો Gujarat માટે કોના નામની થઈ શકે છે જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-29 17:29:55

લોકસભા ચૂંટણીમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ઉમેદવારોને સિલેક્ટ કરવામાં ભાજપ અનેક વખત સરપ્રાઈઝ આપતી હોય છે. આ બાબતમાં સરપ્રાઈઝ આપવા માટે ભાજપ પહેલેથી જ જાણીતી છે. ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર કોને બનાવા તે માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. ગમે ત્યારે ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


100 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત

ગુજરાતમાં થોડા દિવસો પહેલા ઉમેદવારો માટે સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમને લાગતું હતું કે તે ઉમેદવાર બની શકે છે તેમણે પોતાના નામ નિરીક્ષક કમીટી સમક્ષ મૂક્યા. આ બધા બાદ રાજ્ય સ્તરે પાર્લામેન્ટરી બેઠકનું આયોજન થયું અને એમાં જે ઉમેદવારોના નામ ફાઈનલ થયા તેમના નામ અંગેની ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં કરવામાં આવી. ગમે ત્યારે આજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ પ્રથમ યાદીમાં અંદાજીત 100 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. 


એક લોકસભા સીટના ઉમેદવાર ફાઈનલ! 

ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર બેઠક માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તે ફાઈનલ જ છે...! માત્ર ઔપચારિક રીતે જાહેરાત કરવાની બાકી છે. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે રાજ્યસભાના સાંસદોને આ વખતે રિપીટ નથી કરવામાં આવ્યા. એક છે મનસુખ માંડવિયા અને બીજા છે પરષોત્તમ રૂપાલા.. તેમને રિપીર્ટ કરવામાં ન આવ્યા ત્યારથી લાગતું હતું કે તેમને લોકસભા ઉમેદવાર તરીકે ઘોષિત કરાઈ શકે છે. 


આ બેઠક પરથી મનસુખ માંડવિયા નોંધાવી શકે છે દાવેદારી 

જો શક્યતાઓની વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયાને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે તો રાજકોટ સીટ પરથી પરષોત્તમ રૂપાલાને ચાન્સ આપવામાં આવી શકે છે. અનેક એવા સાંસદો છે જેમના પત્તા કપાઈ શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે. નવા ચહેરાને ભાજપ તક આપી શકે છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી કે જે લોકો ધારાસભ્યો છે તેમને ઉમેદવાર તરીકે નહીં જાહેર કરવામાં આવે. જો ભાવનગરમાં માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર નથી કરવામાં આવતા તો એક શક્યતા એવી પણ છે કે તેમને અમરેલી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. 



નીતિન પટેલ આ બેઠક પરથી લજી શકે છે ઉમેદવારી! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવા મજબૂત દાવેદાર છે. તો મહેસાણા બેઠક માટે નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચા થઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે. જો ભરતસિંહને ટિકીટ નથી આપવામાં આવતી તો નટુજી ઠાકોર પણ એક મજબૂત વિકલ્પ છે, દાવેદાર છે. રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર છે. નવસારીથી સી.આર.પાટીલ જ દાવેદારી નોંધાવી શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. 


ઉમેદવારોને લઈ ભાજપ સરપ્રાઈઝ આપતી હોય છે!

હમણાં ભલે ગમે તેના નામની ચર્ચાઓ થતી હોય. એવું લાગતું હોય કે આ સીટ પરથી તો આ જ નામની જાહેરાત થશે તેવું લાગતું પરંતુ છેલ્લે તો એ ભાજપ છે. છેલ્લા સમયે ભાજપ દ્વારા એવા નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે જેમના નામની કદાચ કલ્પના પણ ના કરી હોય... ત્યારે જોવું રહ્યું ભાજપના પીટારામાંથી કોનું નામ નીકળે છે?     




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .