Loksabha Election Breaking News - ભાજપનું લિસ્ટ જાહેર થાય એ પહેલા જાણી લો ઉમેદવારોની યાદી


  • Published By :
  • Published Date : 2024-03-01 12:21:05

ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈ પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવી. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તો બીજી તરફ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી રહી છે. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે તેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. આજ બપોર સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે તેવું અનુમાન છે. ગુજરાતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા.

 


આ દિગ્ગજ નેતાઓ આ બેઠક માટે નોંધાવી શકે છે દાવેદારી! 

મળતી માહિતી અનુસાર સર્વાનંદ સોનાવાલ - ડિબ્રુગઢ, લખનૌથી રાજનાથ સિંહ ઉમેદવારી નોંધાવી શકે છે. તિરુવનંતપુરમ ગ્રામ્ય - મુરલીધરન, સુબ્રત પાઠક કન્નૌજથી ઉમેદવારી નોંધાવી શકે છે. મનોજ તિવારી - ઉત્તર-પૂર્વ દિલ્હી જ્યારે ગુના શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દાવેદારી નોંધાવી શકે છે. વારાણસીથી નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી અમિત શાહ દાવેદારી નોંધાવી શકે છે. નવસારીથી સી.આર.પાટીલ દાવેદારી નોંધાવી શકે છે. 

BJP अध्यक्ष जेपी नड्डा ने BJP मुख्यालय में PM मोदी का शॉल उढ़ाकर स्वागत किया।

પીએમ મોદી આ બેઠક પરથી નોંધાવી શકે છે દાવેદારી!

ભારતીય જનતા પાર્ટીના ખાસીયતની વાત કરીએ તો એ છે કે એવા નામોની જાહેરાત ઉમેદવાર તરીકે કરે છે જેની કલ્પના પણ કોઈએ ના કરી હોય. અનેક વખત આવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ભાજપ સરપ્રાઈઝ આપે છે. ગુજરાતની લોકસભા બેઠકો અંગેની વાત કરીએ તો 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી. ગાંધીનગરથી ઉમેદવાર ફાઈનલ છે અને તે છે અમિત શાહ. બાકીની બેઠકો પર નવા ચહેરા ભાજપ ડિક્લેર કરી શકે છે તેવું અનુમાન છે. ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવા માટે ગઈકાલે દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે 10 વાગે બેઠક શરૂ થઈ હતી અને અનેક કલાકો સુધી ચાલી હતી.પીએમ મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડી શકે છે. 


ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારના નામની થઈ શકે છે જાહેરાત 

ઉમેદવારોના નામની પ્રથમ યાદી આજે જાહેર થઈ શકે છે તેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થઈ શકે છે. પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, ઓડિશા, મણિપુર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને અંદમાનની બેઠકો અંગે ચર્ચા કરી હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.