Loksabha Election : BJPમાં ભડકો, આંતરિક ડખો જોઈ કોંગ્રેસ આનંદમાં આવ્યું. જુઓ કોણે શું કર્યા પ્રહાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 18:12:49

આજકાલ ગુજરાતમાં ટનાટન સરકારની ચર્ચા થઈ રહી છે.. આ શબ્દ પહેલા પણ ગુજરાતના રાજકારણમાં વાપરવામાં આવતો હતો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 'બાપુ' હતા. એ વખતે ગુજરાતની જનતા તેમની સરકારને ટનાટન સરકાર તરીકે બોલાવતી હતી. આજે ટનાટન સરકારની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ગુજરાતમાં ટનાટન રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 

ભાજપમાં ચાલતા આંતરિક ડખા પર કોંગ્રેસનો કટાક્ષ!

ગુજરાત લોકસભા ચૂંટણીના રંગમાં ખરેખર રંગાઈ ગયું હોય તેવું લાગે છે. ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે. જાહેર મંચ પરથી તો નેતાઓ એક બીજા પર કટાક્ષ કરતા હોય છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ આ વોર જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ મૂકવામાં આવી રહી છે.  કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી છે... . ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર આપ્યો. 

ટનાટન સરકારને લઈ શરૂ થઈ રાજનીતિ!

કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "કમલમ" માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004નુ પુનરાવર્તન પાક્કુ.! ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ધાનાણીની પોસ્ટનો જવાબ આપતા કહ્યું, કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે. ટનાટન સરકારનો ખેલ અહીંયા પૂરો નથી થતો.. આ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ કટાક્ષ કર્યો છે અને કવિતા લખી છે. 


ઓનલાઈન વોર શરૂ થયું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે!

એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભારે કકળાટ છે.. ડેમેજ કંટ્રોલ કરવામાં નેતાઓ લાગ્યા છે... એવામાં હવે સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને પણ ભાજપ કોગ્રેસ વચ્ચે યુદ્ધ શરુ થઈ ચુક્યું છે. આ ચૂંટણીમાં આગળ જતા કયા ખેલ જોવા મળે છે તે જોવું રહ્યું... 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.