Loksabha Election : શું INDI ગઠબંધનને મળી રહી છે 295 સીટો? Exit Pollને લઈ Rahul Gandhi- Arvind Kejriwalએ આપી આ પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-03 11:30:27

ચોથી જૂને લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. પરંતુ શનિવારે સામે આવેલા એક્ઝિટ પોલ પર સૌ કોઈની નજર રહેલી હતી.. અનેક એક્ઝિટ પોલે એનડીએને 360-400 વચ્ચેની સીટ આપી છે.. એક્ઝિટ પોલને લઈ સામાન્ય માણસો શું વિચારે છે તે આપણે જાણીએ છીએ. પંતુ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ શું વિચારે છે તે તમે જાણો..લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે પણ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ એક્સિટપોલના આંકડાઓ માનવાનો ઇનકાર કરે છે. બધા નેતાઓ પ્રતિક્રિયા આપે છે પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ જે પ્રતિક્રિયા આપી એ ઇન્ટરેસ્ટિંગ છે...

રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને લઈ કહ્યું કે... 

આ વખતનું પરિણામ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ INDIA છે. એક્ઝિટ પોલ એનડીએની તરફેણમાં આવ્યા છે જેને કારણે એનડીએના નેતા ખુશ છે જ્યારે આ એક્ઝિટ પોલથી ઈન્ડિ ગઠબંધનના નેતાઓ ના ખુશ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એક્ઝિટ પોલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મોદી પોલ છે એક્ઝિટ પોલ નથી મોદી મીડિયા પોલ છે. અને સાથે જ રાહુલ ગાંધીએ એક ગીતનો ઉલ્લેખ કર્યો. જ્યારે રાહુલ ગાંધીને ઇન્ડી ગઠબંધન બેઠકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,"શું તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત 295? 295 સાંભળ્યું છે. 

ચોથી જૂને ખબર પડશે કોની બનશે સરકાર.. 

એટલે કે રાહુલ ગાંધી ઇન્ડી ગઠબંધન 295 સીટો પર જીતનો દાવો કરી રહ્યા છે. આ પહેલા 1 જૂનના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂરી થયા બાદ ‘ઈન્ડિયા ’ ગઠબંધનના નેતાઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખડગેએ ઈન્ડિયા એલાયન્સની 295+ સીટો પર જીતનો દાવો કર્યો હતો. તે સિવાય અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલને લઈ દાવો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સને 295થી વધુ સીટો મળી રહી છે. ભાજપને 220થી ઓછી બેઠકો મળશે. કોને કેટલી સીટો મળશે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.