Loksabha Election : પેટા ચૂંટણી વાળી લોકસભા બેઠકો પર થયું ઓછું મતદાન? જાણો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 17:05:19

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... લોકસભા બેઠકમાં મતદાતાઓની નિરસતા જોવા મળી રહી છે પરંતુ જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં પણ નિરસતા જોવા મળી રહી છે...  લોકસભા બેઠકની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધારે મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. 


કઈ વિધાનસભા બેઠક કયા લોકસભા ક્ષેત્રમાં આવે છે? 

પાંચ વિધાનસભા બેઠકોમાંની વાત કરીએ તો વાઘોડિયા, પોરબંદર, માણાવદર, વિજાપુર અને ખંભાતમાં મતદાન યોજાઈ રહ્યું છે.. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા લોકસભા બેઠકમાં આવે છે.. પોરદંબર વિધાનસભા બેઠક પોરબંદ લોકસભા બેઠકમાં આવે છે. માણાવદર વિધાનસભા બેઠક જૂનાગઢ લોકસભા બેઠકમાં આવે છે.. વિજાપુર વિધાનસભા બેઠક મહેસાણામાં આવે છે જ્યારે ખંભાત વિધાનસભા બેઠક આણંદમાં આવે છે...વડોદરા લોકસભા બેઠકમાં 48.48 ટકા મતદાન થયું છે, પોરબંદર લોકસભા બેઠક પર મતદાન 37.96 ટકા મતદાન થયું છે... જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન 44.47 ટકા મતદાન થયું છે.. મહેસાણા લોકસભા બેઠકમાં 48.15 ટકા મતદાન થયું છે. આણંદ લોકસભા બેઠક પર 52.49 ટકા મતદાન થયું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

મતદાન ટકાની વાત કરીએ તો વાઘાડિયામાં 52.76 ટકા મતદાન થયું છે, પોરબંદર પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન ટકાની વાત કરીએ તો 41.03 ટકા, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો 40.09 ટકા મતદાન થયું છે. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 50.53 ટકા મતદાન થયું છે જ્યારે ખંભાતમાં 49.83 ટકા  મતદાન થયું છે... મહત્વનું છે કે ઉમેદવાર પર રાખવામાં આવેલો વિશ્વાસ ત્યારે તૂટે છે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે છે..   



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.