Loksabha Election: Sabarkanthaમાં BJPના જ કાર્યક્રમમાં BJP નેતાઓ, કાર્યકરોને એન્ટ્રી નહીં! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 18:21:07

સાબરકાંઠામાં શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દીધી. તે બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી. હવે શોભનાબેન બારૈયાનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. અને હવે આ ભડકો જાણે ફેશન થઈ ગયો છે... રાજકોટ, અમરેલી, અને વડોદરા પછી સાબરકાંઠામાં અસંતોષની આગ હજુ ઓલવાઈ નથી. હવે તો ભાજપના કાર્યકરોએ ભાજપના જ આગેવાનોને મિટિંગમાં પ્રવેશવા ના દીધા... ચોખ્ખી ના પાડી દીધી.... 

ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાને ના મળ્યો પ્રવેશ!

ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે... આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે.. અને આ વિરોધ પણ કેવો ભાજપ હાંફી ગયો તો પણ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. સાબરકાંઠામાં લોકસભાના ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડીમાં ભાજપનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ અગ્રણી નેતાઓને જ કાર્યક્રમમાં ન જવા દેવાયા. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો વિરોધ કર્યો. અને બેઠકમાં પ્રવેશ ન મળતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો પણ મચાવ્યો.મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી ઉચ્ચારી હતી ચિમકી!

ઉમેદવારને બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ કરાયો. ઉમેદવાર નહીં બદલવામાં આવે તો મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગઈકાલે મોડાસા અને મેઘરજમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને આજે હિંમતનગરમાં પણ વિરોધ... અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે ભીખાજી ઠાકોરે ગઈકાલે સ્પષ્ટતા પણ કરી કે વિરોધ રહેવા દો હું ભાજપના એટલે કે પાર્ટીના અને હાઈકમાન્ડના નિર્ણય સાથે સહમત છું છતાંય આ વિરોધ હજું ઠંડો પડ્યો નથી.  કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને મળી રહી છે ટિકીટ! 

તો લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે... અને આવુ એટલા માટે છે કે કેમ કે ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ.... સાથે તેઓનું એવું પણ કહેવું છે કે 15થી20 વર્ષથી શોભનાબેનને કોઈ ઓળખતું પણ નથી... બેને જાતે કોઈ દિવસ ભાજપને મતદાન કર્યું નથી. જો મહિલા ઉમેદવારને જ ટિકિટ આપવી હોય તો કૌશલ્યા કુંવરબા છે. રેખાબા છે. અને જો મહિલાને ન આપવી હોય તો ભીખાજી શ્રેષ્ઠ છે. પણ ઉમેદવાર બદલો. નહીંતર અમારો વિરોધ યથાવત રહેશે.... 


ભાજપમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા થઈ રહ્યો છે ડેમેજ કંટ્રોલ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહી, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજકંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયું છે... એ કામ કેટલું પાર પડશે તે તો સમય જ જાણે...લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.