Loksabha Election : Rajkot Loksabha બેઠક પરથી પરષોત્તમ રુપાલા ઉમેદવારી પરત ખેંચી શકે, જાણો વિગતવાર..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 18:59:02

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. વિવાદોના વંટોળમાં ભારતીય જનતા પાર્ટી ફસાતી જઈ રહી છે પ્રતિદિન...એક વિવાદ શાંત થતો નથી ત્યાં તો બીજો વિવાદ છેડાઈ જતો હોય છે. ગુજરાતમાં ભાજપે આવા દિવસોની કલ્પના પણ નહીં કરી હોય તેવી ઘટનાઓ બની રહી છે... એક બાદ એક અલગ અલગ બેઠકો પર વિરોધ થઈ રહ્યો છે. 



પરષોત્તમ રૂપાલાએ માફી માગી પરંતુ વિવાદ શાંત ના થયો!

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી અને વિવાદો લાવી... શરુઆત વડોદરાથી થઈ જ્યોતિબેન પંડ્યા જવાળામુખી બનીને ભારતીય જનતા પાર્ટી સામે આવ્યા બળવો કર્યો અને પછી રાજીનામુ આપ્યું... ત્યારપછી સાબરકાંઠા, અમરેલી, પોરબંદર અને રાજકોટમાં વિરોધનો આંખો વંટોળ્યો ઉઠ્યો....વડોદરા અને સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા... છતાંય વિરોધ યથાવત છે અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.... વાત આજે ખાસ રાજકોટની કરવી છે... સૌથી પહેલા રુપાલાએ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી ત્યાર પછી સમાજે વિરોધ શરુ કર્યો... રુપાલાએ એક રુમમાં વીડિયોમાં માફી માંગી... પણ સમાજે કહ્યું મહાસંમેલનમાં માફી માંગે...


ક્ષત્રિય સમાજે માગ કરી રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... 

હવે ગઈકાલે ગોંડલમાં જયરાજસિંહના ફાર્મહાઉસ ગણેશગઢમાં મિટિંગ હતી જેમાં પરશોત્તમ રુપાલાએ બે હાથ જોડી માફી માંગી ત્યારપછી પણ ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેમને રાજકારણમાંથી બરતરફ કરવામાં આવે એ જ અમારી માંગ છે.... અને તો જ સમાધાન ગણાશે.... આ બધાની વચ્ચે ભાજપના આંતરિક સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા પોતાની ઉમેદવારી પરત લઈ શકે છે.... 


રાજકોટમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ થઈ પોલીસ ફરિયાદ! 

ક્ષત્રિયો પર પરશોત્તમ રુપાલાએ ટિપ્પણી કરી તેણે રુપાલાની સાથે-સાથે ભાજપની મુશ્કેલીઓમાં પણ વધારો કર્યો છે... ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે.. રાજકોટમાં તેમના વિરુદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી તો પંચમહાલમાં પણ ફરિયાદ કરવામાં આવી છે... અનેક જગ્યાઓ પર તેમના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું... રાજપૂત સમાજના આગેવાનો હવે ભાજપ સમક્ષ રૂપાલાને રાજકોટ ખાતેના ઉમેદવાર તરીકે હટાવવાની માગ કરી રહ્યા છે....



ડેમેજ કંટ્રોલ કરવાની કરવામાં આવી શરૂઆત! 

બીજી તરફ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે પણ તેના નેતાઓ આ અંગે કશું બોલવા તૈયાર નથી.....રાજકોટમાં હાલ આ મામલો એટલો ગરમ છે કે શહેરમાં રૂપાલાના નિવાસસ્થાને કડક પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.... આ બધુ તો ઠીક પણ હવે ભાજપના આંતરિક સૂત્રોના મત પ્રમાણે પરષોત્તમ રુપાલા પોતે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પરત લેશે..... કારણ કે રુપાલાએ ક્ષત્રિયો પર જે ટિપ્પણી કરી છે તેની અસર માત્ર ગુજરાત નહીં પરતું યુપી અને રાજસ્થાન સુધી પહોંચી છે... 



ના માત્ર ગુજરાતના પરંતુ અન્ય રાજયના ક્ષત્રિયો પણ કરી રહ્યા છે વિરોધ! 

ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ક્ષત્રિયો પણ રુપાલાનો વિરોધ કરી રહ્યાં છે.... એટલે ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં તો ઠીક પણ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં થનારી અસરોને જોતા મુદ્દો છેક ત્યાં સુધી ડાયવર્ટ થાય એ પહેલા ભાજપ ડેમેજ કંટ્રોલ કરી લેશે... ગુજરાત ભાજપને અહીં નુકસાન એ થઈ રહ્યું છે કે ક્ષત્રિયોએ ભાજપમાંથી રાજીનામું આપવાનું શરુ કર્યું છે...ક્ષત્રિયો હવે ભાજપના સંગઠનમાંથી પણ હટી ગયા.. છેલ્લે પ્રદીપસિંહ વાઘેલા હતા તે ગયા... પ્રદીપસિંહ જાડેજા જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે ક્ષત્રિય સમાજની વાતોને જે ટેકો મળતો તો એમને પણ ભાજપે આ વખતે ક્યાંય ચિત્રમાં નથી લીધા તો એ વાત પણ ગઈ....  અને લોકસભાના 26 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર ભાજપે ક્ષત્રિય સમાજમાંથી નથી ઉતાર્યો..... 


રાજપૂત સમાજની અસ્મિતાનો મુદ્દો નથી પરંતુ ભાજપની અસ્મિતાનો મુદ્દો છે! 

આ ઉપરાંત... પ્રદિપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા, પ્રદીપસિંહ વાઘેલા, આઈ. કે. જાડેજા જેવા ક્ષત્રિય આગેવાનો એક જમાનામાં ભાજપમાં અગ્રીમ હરોળમાં હતા. આજે આ તમામ નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. રૂપાલાના વિવાદ મામલે આ ક્ષત્રિય નેતાઓ પૈકી કેમ કોઈ ડેમેજ કંટ્રોલ કરવા સામે નથી આવ્યું?એ પણ એક સવાલ છે... જેને કારણે શંકા જાય છે કે આ રાજપૂત સમાજની અસ્મિતાનો મુદ્દો નથી પણ ભાજપના જૂથવાદનો મુદ્દો પણ છે...... અને ગુજરાત સિવાય બીજી કોઈપણ જગ્યાએ આ વાયરલ વીડિયોની અસર થાય તે પહેલા ડેમેજ કંટ્રોલના ભાગરુપે કહો કે ક્ષત્રિય સમાજની નારાજગી જેના ભાગરુપે પરશોત્તમ રુપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈ લેશે... આ એક શક્યતા છે... આવતીકાલ સવાર સુધીમાં આ બાબતે માહિતી પણ મળી જશે.... 


કોંગ્રેસમાં આવું થતું હતું કે... 

પણ એક વાત તો ચોક્કસ છે કે, જયરાજસિંહ જાડેજા માટે બાંધી મુઠ્ઠી લાખની હતી...પણ આ વિવાદ થયો અને એ મુઠ્ઠી ખુલી ગઈ...કેમ કે ક્ષત્રિય સમાજના લોકોએ કહ્યું કે, રાજનેતાનું સમાજ નેતા હોવું જરુર નથી...  અને એટલે જ ક્ષત્રિય સમાજે પોતાનો ઠેકો કોઈ જ નેતાને નથી આપી રાખ્યો... એનું એક કારણ અગાઉ ભાજપની જ રણનીતિ હતી... કે ભારતીય જનતા પાર્ટીમાં એક સમાજમાંથી એક આગેવાન પહેલા રહેતો હતો...  અને કોંગ્રેસ મોટાભાગે એવું કરતી કે એ નેતાને પોતાનામાં ખેંચી લે એટલે આખો સમાજ તેની સાથે આવતો અથવા જોડાઈ જતો... હવે એવું રહ્યું નથી... 


અનેક ઉહાહરણો આપણી સામે છે જેમાં... 

હવે નેતાઓ જતા રહે પણ આખો સમાજ કોઈ એક પક્ષનો થઈ જાય અથવા તેની સાથે જતો રહે તેવું નથી થતું.... એ પેટર્ન ભાજપ જ લાવી...કે ભાજપે સમાજના એક નેતા કે એક માણસ હેઠળ આખુ સામાજિક નેતૃત્વ હોય તે બાબતને ખતમ કરી નાંખી.... ઉદાહરણ તરીકે... એક સમયે અલ્પેશ ઠાકોર જેના હાથ નીચે ઘણા બધા ઓબીસીઓ હતા... પણ અલ્પેશ ઠાકોરને ભાજપે પોતાનામાં સામેલ કર્યા અને કદ પ્રમાણે વેતરી નાંખ્યા.... હાર્દિક પટેલના કેસમાં પણ એવું  જ થયું... હાર્દિક પટેલ નેતા છે.. વિરમગામના ધારાસભ્ય છે એ બધું જ બરાબર પણ હવે હાર્દિક પટેલ એ હાર્દિક નથી જેની એક હાંકલ પર આખો પાટીદાર સમાજ એકત્ર થાય.....


ભાજપ રાજકોટથી બદલી શકે છે ઉમેદવાર 

એવું જે તે સમયે ક્ષત્રિય સમાજમાં પણ હતું... જે તે સમયે દાનસંગ મોરી વાળો વિવાદ થયો કે સંમેલન થયું.... તો હવે એક નેતા નથી... અને એટલે જ જો જયરાજસિંહ જાડેજા એવું કહી રહ્યાં હોય કે હું કહીશ તો બાકીના બધા જ ક્ષત્રિયો આવી જશે તો એવું થયું નહીં આ વખતે.... ઉપરથી બાંધી મુઠ્ઠી ખુલ્લી ગઈ.... અને જયરાજસિંહે કહ્યું કે વિવાદ પૂર્ણ તો પણ ક્ષત્રિય સમાજે કહ્યું કે નહીં રુપાલા ઉમેદવારી પરત ખેંચે તો જ સમાધાન... કે તેમને રાજકારણમાંથી બરતરફ કરવામાં આવે તો જ સમાધાન.... એટલે જ રુપાલા ઉમેદવારી પરત ખેંચશે તેવી શક્યતાઓ અત્યારે ખુબ જ પ્રબળ બની છે... 


સોશિયલ મીડિયા પર પરષોત્તમ રૂપાલા કરી શકે છે ટ્વિટ કે... 

જેમ વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ભાજપની પેટર્ન પ્રમાણે લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી બસ એ જ પેટર્નનું અનુકરણ રુપાલા પણ કરી શકે છે.... અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી શકે છે કે હું પરશોત્તમ રુપાલા, હાલમાં ક્ષત્રિયોના વિરોધને જોતા અને પાર્ટીના હિતમાં રાજકોટ લોકસભા બેઠક પરથી મારી ઉમેદવારી પરત ખેંચું છું.... અને આવા સમાચાર આવી શકે છે... આંતરિક સૂત્રો કહી રહ્યાં છે. કે કાલ સુધીમાં સમાચાર આવી રહ્યાં છે... તો બીજી તરફ આ વાત ખોટી પણ પડી શકે છે... પણ હાલ જે સમાચાર આવી રહ્યાં છે એ કંઈક એવા છે કે રુપાલા ઉમેદવારી પરત ખેંચી શકે છે....



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....