Loksabha Election : Gujaratમાં આ તારીખો બાદ PM Modi અને Amit Shah કરશે પ્રચાર, ગજવશે અનેક સભા કરશે અનેક રોડ શો!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:32:49

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. તમામ બેઠકો પર ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે... ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એક બેઠક જીતી લીધી છે.. સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા પીએમ મોદી ગુજરાત આવવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય તે બાદ પ્રચાર માટે ગુજરાત આવશે અને ચારેય ઝોનમાં પ્રચાર કરશે. અનેક રોડ શો કરશે અને અનેક સભાને સંબોધશે...


ગુજરાતની એક બેઠક આવી છે ભાજપના ખાતામાં 

ભારતીય જનતા પાર્ટીએ આ વખત માટે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દાવો કરે છે કે તેઓ 5લાખની લીડથી જીત હાંસલ કરશે.. પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવી ગયો છે. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. સ્થાનિક નેતાઓ તો પ્રચાર કરી રહ્યા છે પરંતુ હવે પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાત આવવાના છે... મે મહિનાની શરૂઆતમાં પીએમ મોદી પણ ગુજરાતમા અનેક સભાઓ ગજવશે.. 


સ્ટાર પ્રચારકોની યાદી કરી હતી જાહેર 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટી રાજકીય પ્રયોગશાળા માને છે... જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય તે પ્રયોગને અનેક બીજા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવે છે.. સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ. મતદાન વગર સુરતને સાંસદ મળી ગયા છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થયો હતો. કેન્દ્રીય મંત્રીઓને પણ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં  આવ્યા છે. 


ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ આવશે ગુજરાત! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.. 27 એપ્રિલથી 3 મે સુધી અમતિ શાહ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે.. પીએમ મોદી પણ મે મહિનાની શરૂઆતમાં ગુજરાત પ્રચાર માટે આવવાને છે.. મહત્વનું છે કે ચૂંટણીના થોડા દિવસ પહેલા ચૂંટણી કયા મુદ્દે લડાશે તેની ખબર ધીરે ધીરે પડવા લાગે છે..   

   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે