Loksabha Election : ગુજરાત સ્થાપના દિવસે PM Modiનો Gujaratમાં પ્રચાર, આજે Banaskantha અને Sabarkanthaમાં જનસભા સંબોધશે...


  • Published By :
  • Published Date : 2024-05-01 10:29:05

7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.. ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાને ગજવી રહ્યા છે અને ભવ્ય રોડ શો કરતા દેખાઈ રહ્યા છે... ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પ્રચાર કરતા દેખાયા છે ત્યારે પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે... બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક સભાઓ કરવાના છે. ત્યારે આજે પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભાને સંબોધવાના છે...


કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ આવ્યા છે ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. મતદાન થાય તે પહેલ તમામ રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે.. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે અનેક સભાઓ ગજવી હતી.. આપના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજથી બે દિવસના પ્રવાસ માટે પીએમ મોદી ગુજરાત આવવાના છે... 


આ છે પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. આજે તે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જનસભાને સંબોધવાના છે... આવતી કાલે પણ અનેક લોકસભા ક્ષેત્રોમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે... આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં આવતી કાલે જનસભાને સંબોધશે..  આજે ડીસા તેમજ હિંમતનગરમાં તેઓ સભાને ગજવવાના છે...


પાંચ લાખની લીડ સાથે તમામ સીટો જીતવાનો ભાજપનો લક્ષ્ય 

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાત માટે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાતની 26માંથી 26એ બેઠક ભાજપના ફાળે છે.. ત્યારે મતદાન થાય તે પહેલા જ લોકસભાની એક સીટ ભાજપના ફાળે જતી રહી છે.. વગર ચૂંટણીએ સુરતને તેના સાંસદ મળી ગયા છે.. ત્યારે ગુજરાતમાં ભાજપ પોતાનો ટાર્ગેટ મેળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું...    




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.