Loksabha Election Result : ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે Jamnagarમાં PoonamBen Madamની જીત...


  • Published By :
  • Published Date : 2024-06-04 20:27:27

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું હતું.. ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી પરંતુ  ભાજપ પોતાના નિર્ણયમાં મક્કમ દેખાયો.. રાજકોટમાં ભાજપે ઉમેદવારને બદલ્યા નહીં.. ક્ષત્રિય સમાજે જેટલો વિરોધ રાજકોટમાં દર્શાવ્યો ના હતો તેટલો વિરોધ જામનગરમાં દર્શાવ્યો હતો.. 



જામનગરની લોકસભા બેઠક પર હતી સૌ કોઈની નજર

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા આખા ચૂંટણી દરમિયાન થઈ. રાજકોટ સિવાય જે બેઠકો ચર્ચામાં રહી તેમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ ચર્ચામાં રહ્યો. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડ્યો. અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી. જામનગરથી વિરોધના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. પૂનમબેન માડમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 



જો ભાજપ એક પણ બેઠક હારે છે તો...  

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. એક બેઠક પણ જો ભાજપ હારે છે તો તે ભાજપના દિગ્ગજ નેતાઓના શ્વાસ અધ્ધર થઈ જતા હોય છે. મનોબળ તેમનું તૂટી જાય છે તેવી વાત રાજકીય નિષ્ણાંતો માને છે. એક બેઠક ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર જીતી ગયા છે. અનેક એવી બેઠકો હતી જ્યાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવારો જીતી શકતા હતા. ભાજપનો આંતરિક ડખો એક મોટું કારણ માનવામાં આવતું હતું તેમજ ક્ષત્રિય સમાજનો વિરોધ.. એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. 


પૂનમબેન માડમને મળી સારી લીડથી જીત 

જામનગરની બેઠક એમાંની એક હતી જ્યાં બીજેપીની જીત ટફ માનવામાં આવતી હતી.ક્ષત્રિય સમાજના લોકોએ જેટલો વિરોધ રાજકોટમાં નથી નોંધાવ્યો તેટલો વિરોધ જામનગરના બેઠક પર જોવા મળ્યો. પૂનમબેન માડમની જીત થશે કે નહીં તેની પર મોટો પ્રશ્ન હતો પરંતુ અંતે સારી લીડથી પૂનમબેન માડમની જીત થઈ છે.. પૂનમમાડમની જીત બાદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરી છે.. મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ માત્ર ગણતરીની બેઠકો જ એવી છે જ્યાં આ લીડ પાર થઈ શકી છે..   



"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.