Loksabha Election : દેશમાં થઈ રહી છે લોકશાહીના પર્વની ઉજવણી, પ્રથમ તબક્કા અંતર્ગત આ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-20 10:01:03

દેશમાં લોકશાહીના ઉત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે..  પ્રથમ તબક્કા માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે.. આજે 102 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જે અંતર્ગત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર, અંદમાન, નિકોબાર, બિહાર, મેઘાલય, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપમાં મતદાન થવાનું છે.. તે ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, આસામ,છત્તીસગઢ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં તેમજ મહારાષ્ટમાં ચૂંટણી થવાની છે... મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક હોવાની ફરજ નિભાવી રહ્યા છે....

21 રાજ્યોમાં ચાલી રહી છે મતદાનની પ્રક્રિયા   

દર પાંચ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવે છે.. નાગરિક પાસે એ અધિકાર હોય છે જેમાં તે પોતાની સરકારને ચૂંટી શકે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી.. સામાન્ય રીતે મતદાનના દિવસે જાહેર રજા ડિક્લેર કરવામાં આવતી હોય છે.. ત્યારે આજે 102 બેઠકો માટે ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે... 21 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 9 વાગ્યા સુધીમાં અરૂણાચલ પ્રદેશમાં 6.44 ટકા જેટલું મતદાન જ્યારે સિક્કિમમાં 7.90 જેટલું મતદાન થયું છે.. 

ક્યાં કેટલું થયું મતદાન?

અંદમાન અને નિકોબારમાં 8.64 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 5.98 ટકા, આસામમાં 11.15 ટકા મતદાન, બિહારમાં 9.23 ટકા મતદાન થયું છે જ્યારે છત્તીસગઢમાં 12.02 ટકા મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં 10.43 ટકા. લક્ષદ્વીપમાં 5.59 ટકા, મધ્યપ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્રમાં 6.98 ટકા, મણિપુરમાં 10.76 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં થઈ ગયું છે... મેઘાલયમાં 13.71 મતદાન, મિઝોરમમાં 10.84, નાગાલેન્ડમાં 9.66. પુડૂચેરીમાં 8.78 જ્યારે રાજસ્થાનમાં 10.67 ટકા મતદાન થયું છે. તમિલનાડુમાં 8.21 ટકા, ત્રિપુરામાં 15.21, ઉત્તરપ્રદેશમાં 12.66 ટકા જ્યારે ઉત્તરાખંડમાં 10.54 ટકા મતદાન થયું છે તેવી માહિતી સામે આવી છે.... 


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર? 

મહત્વનું છે આજે જે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં અનેક મોટા ચહેરાઓ જેમના ભાવિ આજે નક્કી થવાના છે... મોટા ચહેરાઓની વાત કરીએ તો નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર  બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વરૂણ ગાંધીની જગ્યાએ ઉત્તર પ્રદેશના પિલીભીત બેઠક પર જીતિન પ્રસાદને ટિકીટ આપવામાં આવી. તે સિવાય તમિલનાડુની બેઠક  ચેન્નઈ સાઉથ બેઠક પર જ નજર રહેશે જ્યાં તમિલિસાંઈ સુંદરરાજન ચૂંટણી લડી રહ્યા છે. કાર્તિ ચિદમ્બરમ કૉંગ્રેસના ઉમેદવાર છે તમિલનાડુની  સિવાગંગા બેઠક પરથી...કો. અન્નામલાઈ, ભાજપ ચીફ, તમિલનાડુંની કોઈમ્બતુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નકુલ નાથ મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે