Loksabha Election : મોટા ભાગની ચૂંટણી પૂર્ણ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ, શું ભાજપ 400નો આંકડો પાર કરી શકશે?


  • Published By :
  • Published Date : 2024-05-21 13:22:26

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર બે તબક્કા માટે મતદાન થવાનું શેષ છે.. ગઈકાલે 49 બેઠકો માટે મતદાન થયું. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું છે. 428 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 115 જેટલી બેઠકો માટે મતદાન થવાનું બાકી છે.. બાકી રહેલી બેઠકોમાં અનેક અગત્યની બેઠકો છે.. પહેલી જૂને વારાણસી લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. તે સિવાયની અનેક મહત્વપૂર્ણ બેઠકો પર મતદાન થવાનું છે. અનેક એવી બેઠકો છે જે એકદમ પ્રેડિક્ટેબલ છે.. તેમાં વારાણસી બેઠકનો સમાવેશ થાય છે.. આ વખતે મતદાતાની નિરસતા જાણે દેખાઈ આવતી હોય તેવું લાગી રહ્યું છે. 

આ વાક્ય સાથે ચાલી રહ્યું છે ઈલેક્શન કેમ્પેઈન!   

વારાણસી બેઠક માટે કહીએ તો પીએમ મોદીને કોઈ ટક્કર આપી શકે તેવું લાગી નથી રહ્યું... એકદમ વન સાઈડેડ બેઠક આને માનવામાં આવે છે. આ બેઠક વન સાઈડેડ જવાના અનેક કારણો છે.. આ જગ્યા પર વિકાસ થયો છે.. જે લોકો વર્ષો પહેલા ત્યાં ગયા હશે અને હવે જાય છે તો ત્યાં ફરક દેખાવાનો છે.. પીએમ મોદીએ બે લાઈનથી ઈલેક્શન કેમ્પેઈન ચલાવ્યું છે. હમાર કાશી હમાર મોદી અને બીજું છે વિરાસત ભી વિકાસ ભી... ત્યાંના લોકો વિરાસતને પ્રધાન્ય આપે છે અને વિકાસને પણ.. ત્યાંના લોકો પોતાના વારસાને અમૂલ્ય માને છે અને જ્યારે વિકાસને તેની સાથે જોડી દેવામાં આવે તો વાત કંઈક અલગ જ હોય તેવું ત્યાંના લોકો માને છે.. 


બાકી રહેલા બે તબક્કાઓ માટે થવાનું છે મતદાન!

ગંગા નદીને સ્વચ્છ કરવાની કામગીરી ચાલી રહી છે.. તે ઉપરાંત પણ અનેક એવી કામગીરી છે જે ત્યાંના લોકોને પસંદ આવી રહી છે.. ત્યાંનો વિકાસ થઈ રહ્યો છે..  25 મેના રોજ છઠ્ઠા તબક્કા માટે મતદાન થવાનું છે જેમાં 58 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. તે દિવસે બિહારની બાકી રહેલી બેઠકો પર, દિલ્હીની બેઠકો માટે, હરિયાણાની બેઠકો માટે મતદાન થવાનું છે, ઉપરાંત જમ્મુ કાશ્મીરની, ઉત્તર પ્રદેશની, પશ્ચિમ બંગાળની તેમજ ઝારખંડની બાકી રહેલી બેઠકો માટે મતદાન થવાનું છે. તે સિવાય પહેલી જૂને અંતિમ તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. વારાણસી બેઠક સહિતની બાકી રહેલી બેઠકો માટે મતદાન થવાનું છે.


અનેક ઉમેદવારોના ભાવિ થયા ઈવીએમમાં કેદ! 

428 જેટલી બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે.. મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે અને બાકી રહેલી મતદાતાઓ આવનાર દિવસોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.. પાંચ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ પ્રશ્ન થાય કે શું વખતે કોઈ લહેર હતી? એવી લહેર જે 2014 તેમજ 2019ની લોકસભા ચૂંટણી વખતે જોવા મળી હતી તેવી? જવાબમાં તમે કહેશો ના.. આ વખતે એવી લહેર જોવા નથી મળી.. પહેલી તારીખે જ્યારે ચૂંટણી પૂર્ણ થશે અને એક્ઝિટ પોલ આવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.


શું આ વખતે જોવા મળી હતી કોઈ લહેર?

આ વખતે મતદાર થોડો કન્ફ્યુઝ દેખાયો હતો.. કયા મુદ્દાને કયા વિષયને ધ્યાનમાં રાખી તે મતદાન કરશે તે તેને ક્લીયર ન હતું તે કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આ વખતે કોઈ પ્રેમની વેવ ન હતી તો સાથે સાથે કોઈના માટે નફરતની લહેર પણ જોવા ના મળી હતી. આ વખતના પરિણામ રસપ્રદ રહેવાના છે ઘણી બધી લોકસભા બેઠકોના... 


અનેક રાજ્યો એવા છે જ્યાં મળી શકે છે ટફ ફાઈટ!

ભારતીય જનતા પાર્ટીએ આ વખત માટે 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે.. આ લક્ષ્યાંકની વાત જ્યારે થાય છે ત્યારે આ વાત થોડી અશક્ય જેવી લાગે છે.. અનેક એવા રાજ્યો છે જ્યાં બીજેપીને ટફ ફાઈટ મળી રહી છે.. અનેક રાજ્યો એવા છે જ્યાં જેટલા પરિણમની આશા ભાજપ રાખી રહ્યું છે તે રીતના પરિણામ ના પણ આવી શકે છે.. બિહાર છે, મહારાષ્ટ્ર છે, દક્ષિણ ભારતના રાજ્યોનો આમાં સમાવેશ થાય છે.. 


ચાર જૂને આવવાનું છે પરિણામ

જો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભાજપ સારૂં પ્રદર્શન કરે છે અને બાકીની બેઠકો પણ ભાજને મળે છે તો કદાચ 400 પાર બેઠકો મળી શકે છે પરંતુ જમીની હકીકત એવું કહી રહી છે 400 પારનો લક્ષ્યાંક પાર કરવો ભાજપ માટે અઘરો સાબિત થવાનો છે.. સ્થાનિક પક્ષો સારી રીતે કામ કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને આવનારૂ પરિણામ કોના માટે સારૂં સાબિત થાય છે.. 



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.