Loksabha Election : Gujaratની આટલી બેઠકો પર વર્તમાન સાંસદોને રિપીટ કરવાની સંભાવના ઓછી, No Repeat Theoryથી મતદાતા પર પડશે અસર?


  • Published By :
  • Published Date : 2024-03-02 11:44:08

એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ રાજકીય પાર્ટી ઉમેદવારોના નામોને લઈ બેઠકો કરી રહી છે. ભાજપ ગમે ત્યારે પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરી શકે છે. ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી  તે બાદ રાજ્યની પાર્લામેન્ટરી બેઠકમાં તે અંગે ચર્ચા થઈ અને તે બાદ દિલ્હી ખાતે ઉમેદવારોના નામની ચર્ચા થઈ. 


પીએમ મોદીના ચહેરાને જોઈ મતદાતાઓ કરતા હોય છે મતદાન!

ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો છે. ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાસે છે અને અનેક બેઠકો એવી છે જેના માટે ભાજપે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી. અનેક મતદાતાઓ એવા હોય છે કે ઉમેદવારને જોઈને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને વોટ આપતા હોય છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર ગમે તે કેમ ના હોય પરંતુ વોટ તો પીએમ મોદીના ચહેરા માટે મતદાતાઓ કરતા હોય છે. 


આ બે સીટ પર ઉમેદવારો ફાઈનલ જેવા!

ગુજરાતની બેઠકો માટે ચર્ચાઓ થઈ રહી છે કે મુખ્યત્વેની બેઠકો પર ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે. નવા ચહેરાને ચાન્સ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 15 બેઠકો એવી છે ગુજરાતની જ્યાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. ગુજરાતની બે ત્રણ બેઠકો એવી છે જ્યાંના ઉમેદવાર ફાઈનલ જેવા જ છે માત્ર ઘોષણા કરવાની બાકી છે સત્તાવાર રીતે. અમિત શાહ ગાંધીનગરથી, સી.આર.પાટીલ નવસારીથી જ્યારે જામનગર બેઠક પરથી પૂનમ માડમને ફરીથી રિપીટ કરાઈ શકે છે. અમિત શાહ તેમજ સી.આર.પાટીલની સીટ અંગે તો નક્કી જેવું છે પરંતુ પૂનમ માડમને લઈ ચર્ચાઓ થઈ રહી છે.



આટલા વર્તમાન સાંસદોની ભાજપ કાપી શકે છે ટિકીટ!   

 તે સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અમરેલીથી અને પરષોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમેદવારી નોંધાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ આ વખતે કોના નામની જાહેરાત કરે છે. ગુજરાતના અનેક વર્તમાન સાંસદો એવા છે જેમના નામ કપાવાની સંભાવનાઓ રહેલી છે. સાંસદોની વાત કરીએ તો દર્શના જરદોશ, પરબત પટેલ, ભરતજી ડાભી, શારદાબેન પટેલ, પરભુ વસાવા, દીપસિંહ રાઠોડ, રતનસિંહ રાઠોડ, કિરીટ સોલંકી, રંજન ભટ્ટ, રાજેશ ચૂડાસમા, કે.સી.પટેલ, હસમુખ પટેલ, ગીતાબેન રાઠવા, નારણ કાછડિયા, મનસુખ વસાવાના નામો કપાવાની સંભાવના છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે