Loksabha Election : આજે સમજો વડોદરા અને સુરત લોકસભા બેઠકના સમીકરણો, આ બે બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે થશે કાંટાની ટક્કર


  • Published By :
  • Published Date : 2024-04-09 16:18:50

26 લોકસભા બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે. અનેક બેઠકો એવી છે જ્યાંની ચર્ચાઓ હમણાંથી થઈ રહી છે. જ્યારે પણ કોઈ ઉમેદવારના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે અનેક સમીકરણો, અનેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી ગઈ છે પરંતુ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આજે બે લોકસભા બેઠકની વાત કરીએ. એક છે વડોદરા લોકસભા બેઠક અને બીજી છે સુરત લોકસભા બેઠક. 

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

સૌ પ્રથમ વાત કરીએ વડોદરા લોકસભા બેઠકની. એક સમયે  ગાયકવાડ પરિવારના ફતેહસિંહ ગાયકવાડ કોંગ્રેસમાંથી જીત્યા. 1991માં રામાનંદ સાગરની રામાયણ સીરીયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયા BJPમાંથી જીત્યા હતા. 1998થી BJPનો ગઢ આ બેઠકને માનવામાં આવે છે. 2014માં નરેન્દ્ર મોદી જીત્યા, બનારસ બેઠક તેમણે જાળવી રાખતા, આ પછી રંજનબેન ભટ્ટ ચૂંટાયા. પરંતુ આ 2024માં તેમનો વિરોધ થતા BJPએ હેમાંગ જોશીને ટિકિટ આપી છે. તો સામે કોંગ્રેસ પાર્ટીએ જશપાલ સિંહ પઢિયારને ટિકિટ આપી છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ , સાવલી , વાઘોડિયા , વડોદરા સિટી , સયાજીગંજ , અકોટા, માંજલપુર, રાઓપુરા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વાઘોડિયા સિવાયની તમામ બેઠક જીતી લીધી. વાઘોડિયા બેઠક અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ફાળે ગઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો , આ બેઠક પર બ્રાહ્મણ , પાટીદાર , દલિત , અનુસૂચિત જનજાતિ , મુસ્લિમ મતો નિર્ણાયક છે .


સુરત લોકસભાના સમીકરણો સમજીએ તો

આગળ વાત કરીએ સુરત લોકસભા બેઠકની. એક સમયે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અહીંથી ચૂંટાયા. આ બાદ કોંગ્રેસના કદાવર નેતા કોળી સમાજના સી.ડી.પટેલ અહીંથી ચૂંટાતા. 1989થી BJPનો ગઢ છે . BJPના કદાવર નેતા કાંશીરામ રાણા પણ સુરત લોકસભા પરથી ચૂંટાતા . 2009થી દર્શનાબેન જરદોશ અહીંથી ચૂંટાતા આવ્યા છે. હવે BJPએ દર્શનાબેનની  ટિકિટ કાપી છે અને મુકેશ દલાલને ટિકિટ આપી છે.  જયારે સામે કોંગ્રેસ પાર્ટીએ નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. આ લોકસભામાં આવે છે, 7 વિધાનસભાઓ આવે છે તેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત પશ્ચિમ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ  બધી જ બેઠકો જીતી લીધી હતી.  વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર અનાવિલ બ્રાહ્મણ, પાટીદાર, પ્રજાપતિ, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે. .તો જોઈએ હવે સુરતની જનતા પોતાના ક્યા દીકરાને સંસદમાં મોકલે છે?  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.