Loksabha Election : પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-19 19:04:48

દેશમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું 21 રાજ્યોની 102 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ આજે કેદ થયું છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કયા રાજ્યમાં કેટલું મતદાન થયું છે તેની વિગતો સામે આવી છે.. અનેક રાજ્યો એવા હતા જ્યાં કટેલા ટકા મતદાન થાય છે તેની પર સૌ કોઈની નજર હતી... 70 ટકા મતદાનથી વધારે મતદાન માત્ર આસામમાં, પુડુચેરીમાં, ત્રિપુરામાં અને પશ્ચિમ બંગાળમાં થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન?

દર પાંચ વર્ષે દેશમાં લોકશાહીનો પર્વ ઉજવાય છે. મતાદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરકાર બનાવે છે... આજે પ્રથમ તબક્કા માટેનું મતદાન થયું હતું 102 સીટો પર અને 21 રાજ્યોમાં મતદાન યોજાયું હતું. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે નક્કી થયા છે.. ક્યાં કેટલું મતદાન થયું છે તેની માહિતી સામે  આવી છે.. રાજ્યો વાઈઝ વાત કરીએ તો અંદમાન નિકોબારની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જે માટે 56.87 ટકા મતદાન થયું છે, અરૂણાચલ પ્રદેશની બે બેઠકો માટે મતદાન હતું જ્યાં 64.07 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં પાંચ બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 70.77 ટકા મતદાન થયું છે. બિહારની ચાર બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 46.32 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત છત્તીસગઢની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 63.41 ટકા મતદાન નોંધાયું છે... 


આ રાજ્યોમાં થયું હતું મતદાન...

જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 63.41 ટકા નોંધાયું છે જ્યારે લક્ષદ્વીપની એક બેઠક માટે મતદાન થયું જ્યાં 59.02 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત મધ્યપ્રદેશની 6 બેઠકો માટે મતદાન થયું છે જ્યાં 63.25 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે 54.85 ટકા મતદાન થયું છે જ્યારે મણિપુરની બે બેઠકો માટે 68.62 ટકા મતદાન નોંધાયું છે. મેઘાલયની બે બેઠકો પર 69.91 ટકા મતદાન જ્યારે નાગાલેન્ડની એક બેઠક માટે 56.18 ટકા મતદાન થયું છે.


ઉત્તરપ્રદેશની આટલી બેઠકો પર યોજાયું મતદાન 

તે સિવાયના રાજ્યોની વાત કરીએ તો પુડુચેરીની એક બેઠક માટે 72.84 ટકા મતદાન થું છે જ્યારે રાજસ્થાનની 12 બેઠકો માટે 50.27 ટકા મતદાન થયું છે. સિક્કિમની એક બેઠક માટે 68.06 ટકા મતદાન થયું છે જ્યારે તમિલનાડુની 39 બેઠકો માચે 62.08 ટકા મતદાન થયું છે. ત્રિપુરાની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 76.10 ટકા મતદાન થયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશની 8 બેઠકો માટે મતદાન થયું હતું જે પર 57.54 ટકા મતદાન થયું છે. 



પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધારે મતદાન 

ઉત્તરાખંડની પાંચ બેઠકો પર મતદાન થયું હતું 53.56 ટકા મતદાન નોંધાયું છે. મહત્વનું છે કે સૌથી વધારે મતદાન જો રાજ્યમાં થયું હોય તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ છે... પશ્ચિમ બંગાળની ત્રણ બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 77.57 ટકા મતદાન થયું છે... મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં સારૂ મતદાન થયું છે... ત્યારે મતદાતાઓનો ઝુકાવ કોના તરફ છે તેની પર નજર રહેલી છે...     




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.