Loksabha Election : ચોથા તબક્કા અંતર્ગત 96 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલા ટકા થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-13 15:07:37

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.. આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.  બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે. સૌથી વધારે મતદાન અત્યાર સુધીનું પશ્ચિમ બંગાળમાં થયું છે.. આજે 93 બેઠકોના ઉમેદવારોનું  ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. 

ચોથા તબક્કા માટે 96 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન 

સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે.. પ્રથમ ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.. 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે જ્યારે ઉત્તર પ્રદેશની 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. એમપીની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની પાંચ, ઝારખંડ તેમજ ઓડિશાની 4-4 બેઠકો માટે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન?

બપોરના એક વાગ્યા સુધી સરેરાશ 40.32 ટકા મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું તેની વાત કરીએ તો એક વાગ્યા સુધી આંધ્ર પ્રદેશમાં 40.26 ટકા, બિહારમાં 34.44, જમ્મુ કાશ્મીરમાં 23.57 ટકા મતદાન થયું છે જ્યારે ઝારખંડમાં 43.80 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં 48.52 ટકા, મહારાષ્ટ્રમાં 30.85, ઓડિશામાં 39.30 ટકા મતદાન એક વાગ્યા સુધી થયું છે. તેલંગાણામાં 40.38 ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 39.68 ટકા મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં 51.87 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે લોકસભા ઈલેક્શનનું પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે..  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે