Loksabha Election : 2024માં ફોર્મ ભરવા જતી વખતે અનેક નેતાઓ થઈ ગયા ભાવુક, વહાવ્યા આંસુ ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-17 17:20:22

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરાવાની શરુઆત થઇ ગઇ છે ત્યારે ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરી રહ્યા છે. જીતની આશા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા નિકળેલા ઉમેદવારો અને તેમના સમર્થકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની ક્ષણ ભાવુક અને યાદગાર પણ હોય છે. છેલ્લા 2 દિવસમાં ત્રણ કોંગ્રેસી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે  ભાવુક બન્યા હતા અને જાહેરમાં પોતાના આંસુ રોકી શક્યા ન હતા. હવે થતું હશે કે લોકસભા ચૂંટણીના સમયે શા માટે આંસુની વાત કરવામાં આવી રહી છે?  એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે રાજનેતાઓ રડી રહ્યા છે..! 

ઉમેદવારી ફોર્મ વખતે ઉમેદવારો થાય છે ભાવુક! 

ગુજરાતમાં ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે. માહોલ ધીમે ધીમે બની રહ્યો છે... ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.... પરંતુ ઉમેદવારી ફોર્મ જ્યારે ભરવા ઉમેદવારો જઈ રહ્યા છે તે પહેલા તેમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે.. રાજનેતાઓ ભાવુક થઈ રહ્યા છે.! આંસુએ સંવેદનશીલતા અને આત્માની સફાઇના પ્રતીક છે. પરંતુ ચૂંટણી ફોર્મ ભરવા જ્યારે ઉમેદવારો જાય અને રડે ત્યારે સવાલ તમારા મનમાં થતો હશે કે શું આ આંસુ સાચેમાં સાચા હશે? એ તો તે જાણે પરંતુ અહીંયા વાત કરવી છે એવા ઉમેદવારોની જેમની આંખોમાંથી આંસુ આવ્યા છે..!   



ડો.તુષાર ચૌધરી થયા હતા ભાવુક 

સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તુષાર ચૌધરી ચૂંટણી સભામાં ભાવુક બનેલા જોવા મળ્યા હતા. સ્ટેજ પર બેઠેલા તુષાર ચૌધરીની આંખમાં આંસુ આવી ગયા હતા અને રડી પડ્યા. તુષાર ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ પોતાના પિતાને યાદ કરતાં આંસુ રોકી શક્યા ન હતા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરતા તેઓ રડી પડ્યા હતા. ઉમેદવાર ફોર્મ ભરવા જતી પહેલા તુષારભાઈ રડી પડ્યા હતા. તુષારભાઇની આંખમાં આંસુ આવી જતાં તેમના સમર્થકો પણ એક તબક્કે ભાવુક બની ગયા હતા.


ચાલુ સભામાં ગેનીબેન ઠાકોર રડી પડ્યા હતા 

ઉલ્લેખનિય છે કે સોમવારે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પણ ચાલુ સભામાં ભાવુક બન્યા હતા. પોતાના પ્રચાર દરમિયાન જાહેરસભાને સંબોધન કરી રહેલા ગેનીબેન એક તબક્કે ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠાની પ્રજાનું મારા પર ઋણ છે અને ત્યારબાદ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગેનીબેનની આંખમાં આંસુ આવી જતાં સભામાં ઉપસ્થિત લોકોએ ગેની બેન , ગેની બેનના નારા લગાવ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી.


ઋત્વિક મકવાણા બન્યા હતા ભાવુક 

બીજી તરફ સોમવારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રોડ શો દરમિયાન માતા અને બહેનને ભેટીને રડી પડ્યા હતા. સોમવારે ઋત્વિક મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આ પહેલા રોડ શો કર્યો હતો. બસ સ્ટેન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજાયો હતો. આ સમયે તેમની માતા અને બહેનને જોતાં ઋત્વિક મકવાણા ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ સમયે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા કોંગ્રેસ પ્રવકતા ડો.મનીશ દોશી પણ હાજર હતા.



અનેક રાજનેતાઓ રડતા જોવા મળ્યા છે!

આ એક ધારણા બની ગઈ છે કે, કોઈપણ કારણથી જો રાજનેતા આંસૂ વહાવે તો એ માત્રને માત્ર દેખાડા માટે હોય છે... જેનાથી એના હૃદયમાં ખરેખર કોઈ દુઃખ નથી હોતું... આ અમુક અંશે સત્ય પણ છે... જયપુરમાં ચિંતન શિબિરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તે એ યાદ કરીને રડ્યા હતા કે સવારે એમના માતા એમના રુમમાં આવ્યા અને એમને ગળે મળીને રડ્યાં.... હમણાં જ પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીં ઘોર પાપ  થયું છે. 



તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના શાસનમાં ત્યાં અત્યાચારો થઈ રહ્યા છે. સંદેશખાલીના પીડિતોને જોઈને ભાવુક થઈને તેમણે 6 માર્ચ, 2024એ આ વાત કહી....તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુમાં તેમના દિવગંત સાથીદારોને યાદ કરીને ભાવુક થઈ ગયા. તેલંગાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે.એન લક્ષ્મણ અને પાર્ટીના પૂર્વ ઓડિટર રમેશનો ઉલ્લેખ કરતી વખતે પીએમ 63 સેકન્ડ સુધી મૌન રહ્યા. આ પછી તેમણે પોતાની વાત ચાલુ રાખી. જાહેરમાં રડવામાં કોઈ શરમ નથી... જવાહરલાલ નહેરુ, વાજપેયી, અડવાણી, રાજીવ અને સોનિયા પણ રડ્યાં છે. ઓબામા એમની ટર્મમાં ત્રણ વખત રડ્યા હતા...... 




આંસુઓ જોઈને સવાલ થાય કે.... 

માનવીય ભાવનાઓને સાર્વજનિકરીતે વ્યક્ત કરવી કે ન કરવી એ રાજનેતાનો પોતાનો નિર્ણય હોય શકે પણ આ આંસુઓને માત્ર વોટ એકત્ર કરવાની રીત માની લેવામાં આવે તો એના પર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.... શું  જાહેરમાં રડતા નેતાઓ પોતાની કમજોરી દર્શાવે છે કે પછી માનવીય ભાવનાઓ વ્યક્ત કરે છે.. આ એક મોટો સવાલ છે... શું ખરેખર એ આંસુઓ એમની સત્યતા પૂરવાર કરે છે. એ પણ મોટો સવાલ છે...રાજનેતાઓના આંસુઓ પર સવાલો નથી કરતા પણ જો આ માત્ર વોટ માટે હોય તો આ ન હોવુ જોઈએ.... તમે નેતાઓના આ આંસુ પોલિટિક્સ પર શું માનો છો અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો....    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"