Morbiની લેડી ડોન 'રાણીબા'નો તો ઠાઠ તો જુઓ! તલવારથી કાપે છે કેક અને કરે છે લાખોની શોપિંગ...


  • Published By :
  • Published Date : 2023-11-25 16:30:51

ગઈકાલથી દરેક જગ્યા પર મોરબીમાં દલિત યુવક સાથે બનેલી ઘટના અંગે ચર્ચા થઈ રહી છે. પગાર માગવા જ્યારે યુવક ગયો ત્યારે તે યુવકને માર માર્યો તેમજ તેને ચપ્પલ ચટાડ્યું. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળીને યુવકને માર્યો.રાણીબાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ્યારે ચેક કર્યું ત્યારે જે ફોટા સામે આવ્યા તે જોઈને લાગે કે તે પોતાને લેડી ડોન સમજે છે.!  

 મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. તે સોશિયલ મીડિયામાં ઘણી જ અપડેટ રહે છે. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)


રાણીબા મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે 

રાણીબા પોતાના જાતને લેડી ડોન કહેવું પસંદ કરે છે આમતો રાણીબાનું નામ વિભૂતિ પટેલ છે હાલ દલિત યુવાનને માર મારવાના કેસમાં તેમના સામે ફરીયાદ થઈ છે અને ગઈકાલથી આ રાણીબાની ચર્ચાઑ બહુ થઈ રહી છે. મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવાતા વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે.રાણીબાનો થાટતો એમની રીલ્સમાં દેખાય જ છે રાણીબા લાખોની કરે છે તે શોપિંગ... 

 મોરબીમાં થોડા દિવસ પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામનો યુવક 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ ગયો હતો. આ બાદ, 18 ઓક્ટોબરે તેમને નોકરીએ આવવાનું ના પડ્યું હતું. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

રોલા પાડવાનો રાણીબાને છે શોખ!

હજારોના પહેરે છે તે કપડા... મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવાનો છે તેમને સોખ છે એટલુંજ નહીં પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે. આ અમે નથી કહેતા આ બતાવે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. કારણકે દરેક વીડિયોમાં એવું દેખાય છે કે બાને મોંઘી ગાડીયોમાં ફરવાનો અને તલવારથી કેક કાપવાનો અને અત્યારની ભાષામાં કહીએ તો રોલા પાડવાનો કેટલો શોક છે . આ તો કઈ નથી પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તલવારથી એક નહીં પરંતુ 32 કેક કાપે છે અને એ પણ તલવારથી.

 આ બાદ, પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઈ ગયા હતા. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

બીજેપી સાથે રાણીબાના છે કનેક્શન!

આ બધુ તો ઠીક પરંતુ ગઈકાલે એક ખુલાસો થયો કે રાણીબાનું કનેક્શન બીજેપી સાથે છે. વિભૂતિ પટેલના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સાથે ગાઢ સંબંધો સામે આવ્યા છે  ભાજપના અનેક કાર્યક્રમોમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક જ મંચ પર પણ જોવા મળ્યા છે એટલે તમારી પાસે પૈસા છે તમારા કનેક્શન સારા છે તો તમે મન ફાવે એવું વર્તન કારસો તમને એ લાઇસનસ મળે છે કે તમારા પોલિટિકલ કનેક્શન છે એટલે તમે દાદાગીરી કરી શકો!  ગુંડાગીરીની તમને છૂટ મળી ગઈ?તમે પોતાને લેડી ડોન માનો છો એટલે મન પડે એમ કોઈને પણ ઢોરની જેમ મારશો અને પાછા આવા લોકો પાસે પૈસા છે એટલે બધુજ ખરીદી લેવાની તાકાત છે હવે પૈસાનો રોબ ભાજપ કનેક્શન આ બધુ હોવા છતાં પણ આ રાણીબા સામે કડક કાર્યવાહી થાય એવી આશા.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.