પીએમના વધતા આંટાફેરા જોતા લાગે કે ચૂંટણી નજીક આવી, મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 11:29:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત 19 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેને લઈ હમણાંથી લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટની મુલાકાતે તેઓ આવવાના છે. 

PM Modi Gujarat Visit Live Updates: भावनगर में पीएम मोदी, कहा-हम हमेशा अपने  वादों पर खरे उतरे pm modi gujarat visit live updates ahmedabad metro vande  bharat national games bhupendra patel

અનેક વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ 

રાજકોટ ખાતે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કરવાના છે. રાજકોટમાં ગુજરાત ભાજપ દ્વારા નવું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું કાર્યાલય ત્રણ માળનું રહેશે. રાજકોટમાં તૈયાર થયેલું મીની કમલમનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ઉપરાંત શાસ્ત્રી મેદાન ખાતે હાઉસિંગ કોન્કલેવનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કોન્ક્લેવનો શુભારંભ તેમના હસ્તે થવાનો છે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે. તેઓ રેસકોર્સ ખાતે જનસભાને સંબોધવાના છે. ઉપરાંત 5500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.


પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર 

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો  પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે તો વડાપ્રધાન પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે પોતાની ટીમને ઉતારી રહી છે. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.