ભક્તોને આશીર્વાદ આપવા જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, ભગવાન સાથે બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર પણ છે હાજર


  • Published By :
  • Published Date : 2023-06-20 08:39:10

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો ભગવાનના દર્શન કરવા ભક્તોએ મંદિરમાં જવું પડે છે પરંતુ માત્ર અષાઢી બીજ ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે ભગવાન નગરચર્યાએ નીકળે છે. ત્યારે વાજતે ગાજતે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી તે બાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા.      


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે