અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, 108 કળશની જળયાત્રામાં જોડાયા સેંકડો ભાવિક ભક્તો


  • Published By :
  • Published Date : 2023-06-04 13:37:15

અમદાવાદની સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે 4 જૂનના રોજ જળયાત્રા યોજાઈ હતી. જગન્નાથ મંદિરથી જળયાત્રા શોભાયાત્રા રૂપે નિકળી હતી. પરંપરાગત પરિધાનમાં સજ્જ સેંકડો ભાવિક ભક્તો સાથે રાસ ગરબા અને ભજન મંડળીઓ પણ 108 કળશ સાથે જળયાત્રામાં જોડાઈ હતી. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે જળયાત્રા યોજાઈ હતી. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી.  108 જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. 108 કળશની યાત્રાના જળથી ભગવાનની અભિષેક આરતી પૂજા કરવામાં આવ્યા બાદ આજે સાંજે તેમને મોસાળ વળાવવામાં આવશે.


ભગવાનને આજે સાંજે મોસાળ વળાવવામાં આવશે


જળાભિષેક બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામને ગજવેશધારણ કરાવવામાં આવ્યો છે. ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાનની મહા આરતી કરવામાં આવી હતી. હવે સાંજે પાંચ વાગ્યે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર ખાતે આવેલા મામાના મોસાળમાં જશે. સરસપુર મંદિર ખાતે જ્યારે ભગવાન મોસાળમાં પધારશે ત્યારે તેઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે. ભગવાન 15 દિવસ એટલે કે, અમાસ સુધી સરસપુર મામાના ઘરે રોકાશે.


જળા અભિષેકની વિધિમાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિત


આજે ભગવાન જગન્નાથના જળા અભિષેકની પૂજા-વિધિમાં મોટી સંખ્યામાં રાજનેતાઓ, સમાજના અગ્રણીઓ તથા શ્રધ્ધાળુંઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.