ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો નૃસિંહનો અવતાર! ભગવાન નૃસિંહના પ્રાગટ્ય દિવસ પર આ વસ્તુ કરવી જોઈએ અર્પણ!


  • Published By :
  • Published Date : 2023-05-04 15:40:26

આજે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ છે. આ તીથીએ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એટલે કે ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. આ તીથિને નૃસિંહ પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સ્વરૂપ ભગવાન વિષ્ણનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સાંજના સમયે ભગવાન પ્રગટ થયા હતા. ભગવાન નૃસિંહની પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ રહેલું છે. 

Narasimha Jayanti 2023: Date & Time, Significance, Puja Vidhi

જો ભગવાન નૃસિંહના પ્રાગટ્યની વાત કરીએ તો દંતકથા અનુસાર ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો, હંમેશા ભગવાનના ગુનગાણ ગાતો હતો. અનેક વખત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને ભક્તના વિશ્વાસને તૂટવા ન દીધો હતો. ભગવાન કણ કણમાં વસે છે તેવું ભક્ત પ્રહલાદ માનતો હતો. ત્યારે પોતાના ભક્તને બચાવા માટે ભગવાન સ્તંભમાંથી નૃસિંહ રૂપમાં પ્રગટ થયા હતા. તેમનું અડધું શરીર સિંહનું હતું જ્યારે અડધુ શરીર માનવનું હતું.

The fourth avatar of Lord Vishnu | Narasimha avatar – Rosebazaar India

હિરણ્યકશ્યપે તપ કરીને વરદાન માંગ્યું હતું કે તેમનું મૃત્યુ ના તો કોઈ માણસ દ્વારા થાય કે ના તો કોઈ પશુ-પક્ષી દ્વારા થાય. ના તો પાણી, હવા અથવા તો જમીન પર થાય, ના તો કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે થાય. ત્યારે વરદાન પણ સચવાઈ જાય અને હિરણ્યકશ્યપનો વધ થાય તે માટે ભગવાને આ અવતાર ધારણ કર્યો હતો. ભગવાને પોતાના ખોળા હિરણ્યક્શયપનો વધ કર્યો હતો. 

News & Views :: રામ, કૃષ્ણ અને પરશુરામ સહિત આ છે ભગવાન વિષ્ણુના દશઅવતાર

ભગવાનના આ અવતારને ઉગ્ર સ્વરૂપ માનવામાં  આવે છે. એટલા માટે ભગવાનની પૂજામાં ચંદનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અભિષેક પણ કરવો જોઈએ. ભગવાનના ગુસ્સાને શાંત કરવા માટે આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ચંદન અર્પણ કરવાથી ભગવાનને ઠંડક મળે છે. આ અવતાર ભગવાનના દસ અવતારોમાંનો ચોથો અવતાર છે. 

Narsimha Jayanti 2021: Katha, facts and puja vidhi in gujarati. સંકટોથી  રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથા - Gujarati Oneindia

આ દિવસે અનેક ભક્તો દ્વારા ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. પોતાની ભક્તિ તેમજ શક્તિ પ્રમાણે અન્ન, જળ તેમજ કપડાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દુખોનો અંત આવે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. યથાશક્તિ ભગવાન નૃસિંહનું પૂજન કરવું જોઈએ. પૂજા દરમિયાન ॐ वज्रनखाय विद्महे तीक्ष्ण दंष्ट्राय धीमहि | तन्नो नरसिंह प्रचोदयात || મંત્રનો જાપ કરવો જોઈએ.          



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.