Vavમાં ખીલ્યું કમળ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની થઈ જીત....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-23 14:31:27

જેની ઘણા દિવસોથી રાહ જોવાઈ રહ્યા હતા કે કોણ વાવ બેઠકની ચૂંટણી જીતશે તે સસ્પેન્સ ઉઠી ગયો છે... વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત શરૂઆતમાં આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતિમ રાઉન્ડ આવતા આવતા તેમની લીડ ઘટી ગઈ હતી અને અંતે સ્વરૂપજીની જીત થઈ છે... વાવના ધારાસભ્ય સ્વરૂપજી બન્યા છે...2500થી વધુ મતની લીડથી જીત થઇ છે.


વાવમાં જામ્યો હતો ત્રિ પાંખીયો જંગ

જ્યારથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બન્યા ત્યારથી સૌ કોઈની નજર વાવ બેઠક પર હતી.. ગેનીબેન બાદ વાવના ધારાસભ્ય કોણ બનશે તે પર બધા નજર રાખી રહ્યા હતા.. ઉમેદવાર કોણ હશે તેનો સસ્પેન્સ ઘણા સમય સુધી બંને પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો... છેક છેલ્લે પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી... આ જંગ રસપ્રદ ત્યારે બની જ્યારે માવજી ચૌધરીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી... વાવમાં ત્રિં પાંખીયો જંગ જોવા મળ્યો... 



રસાકસી વાળા પરિણામ બાદ જીત્યા સ્વરૂપજી ઠાકોર

દરેક ઉમેદવારે પોત પોતાની રીતે માહોલ બનાવાની કોશિશ કરી... ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે જાણે આખે આખી ભારતીય જનતા પાર્ટી લાગી ગઈ હોય તેવું લાગ્યું.. મુખ્યમંત્રીએ પણ તેમના માટે પ્રચાર કર્યો હતો.. તો કોંગ્રેસ તરફથી પણ શક્તિસિંહ ગોહિલ,ગેનીબેન ઠાકોર,  જેવા નેતાઓએ પ્રચાર કર્યો હતો... તે સિવાય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુલાબ આપી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો... તે સિવાય જ્યારે મતદાન થયું હતું તે દિવસે બંને ઉમેદવાર આમને સામને આવ્યા હતા.. તે સમયે જે વીડિયો સામે આવ્યા છે તે આપણે જોયા છે... ત્યારે આજે વાવ વિધાનસભા બેઠકનું રસાકસી વાળું પરિણામ આવ્યું છે... મતગણતરીની શરૂઆત થઈ તે સમયે ગુલાબસિંહ ઠાકોર આગળ હતા પરંતુ જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા ગયા... 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....