મોરબીના ટંકારામાં લવ જેહાદ, હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-09-18 16:33:44

મોરબીના ટંકારામાં લવ જેહાદની ઘટના સામે આવી છે. આ સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને લઈ લોકોમાં ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે હિંદુ સંગઠનોએ ટંકારામાં જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન તથા  મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને સમગ્ર તાલુકાવાસીનો જંગી રેલીમાં જોડાવવાની હાકલ કરવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓ સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હિંદું સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.


શું છે સમગ્ર મામલો?


ટંકારાના મુમનાશેરીમાં રહેતા થયેલા વસીમ ખલીફા નામના એક વિધર્મી યુવકે શુક્રવારે સવારે એક હિંદુ યુવતીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસ મથકે તેમની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ લોકોએ  પોલીસ સમક્ષ દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી હતી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.