પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી અનિવાર્ય કરવાની આ ધારાસભ્યે કરી માગ


  • Published By :
  • Published Date : 2023-03-16 19:22:30

ગુજરાતમાં વધી રહેલા લવ મેરેજનો મુદ્દો હવે વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નકાળ દરમિયાન કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પ્રેમ લગ્ન કરતા યુગલો માટે માતા-પિતાની સહી અનિવાર્ય કરવાની માગ કાયદામંત્રી સમક્ષ કરી હતી. 


શું કહ્યું કાલોલના ધારાસભ્યે?


લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવતા ફતેહસિંહ ચૌહાણે કહ્યું કે કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા આવે. તેમણે યુવક અને યુવતીઓનો જ્યાં જન્મ થયો હોય ત્યાં જ લગ્નની નોંધણી કરાવવાની પણ  માંગ કરી હતી. એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.


ગેનીબેન ઠાકોરે કરી આ માંગ?


કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લવ મેરેજ નિવેદન આપ્યું હતું. આજે તેમણે માંગ કરી કે લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઈએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવું જોઇએ.  જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીઓએ પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કોઈ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."