પોતાની પડતર માગણીને લઈ LRD ઉમેદવાર પહોંચ્યા ગાંધીનગર


  • Published By :
  • Published Date : 2023-01-10 14:42:25

છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે વિવિધ ક્ષેત્રોના લોકો આંદોલન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના સમયે આંદોલનકારીઓએ ગાંધીનગર ઘેરી લીઘું હતું. પોતાની પડતર માગ લઈ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યારે ફરી એક વખત આંદોલન શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. ગાંઘીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી 2022ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યું હતું. 


LRD 2022ના ઉમેદવારોએ કર્યો ગાંધીનગરનો ઘેરાવો 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ફરી એક વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે પોતાની પડતર માગણીઓને લઈ વિવિધ ક્ષેત્રોના લોકોએ ગાંધીનગરને ઘેરી લીધું હતું. ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. આજે ફરી એક વખત LRD 2022ના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કૂચ કરી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્રણથી 4 મહિનાથી લટકી પડેલા કોમન ઉમેદવારોનું નિરાકરણ લાવવા માગ કરી હતી. 


ફરી એક વખત ગુજરાતમાં શરૂ થશે આંદોલનનો દોર??

ઘણા સમયથી તેઓ સરકાર સમક્ષ પોતાની માગ રાખી રહ્યા હતા. પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હતું. ત્યારે પોતાની માગણીને લઈ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. સમસ્યાનું નિરાકરણ  ન આવતા તેમણે આંદોલનનો માર્ગ પકડ્યો છે. પરંતુ એકત્ર થયેલા ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે