ગાયોમાં વધતો લમ્પી વાયરસનો કહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:15:22

કોરોનાના કહેર બાદ લમ્પી વાયરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. અનેક ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી રહી છે. દેશભરમાં 58 હજારથી વધુ ગાયો લમ્પી વાયરસને કારણે મોતને ભેટી છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આ રોગએ 16 રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. સૌથી વધુ રાજસ્થાન રાજ્ય પ્રભાવિત થયું છે.

લમ્પી વાયરસના કેસ વધતા સરકારનો એક્શન પ્લાન  

 

અનેક ગાયો લમ્પી વાયરસથી પ્રભાવિત થઈ મોતને ભેટી રહી છે. લમ્પી વાયરસનો કહેર 16 રાજ્યોમાં પહોંચી ગયો છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે લમ્પી વાયરસનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવાઈ ગયો છે જે દ્વારા રાજ્યો સાથે સંકલન કરાઇ રહ્યું છે. તમામ રાજ્યના અધિકારીઓને માર્ગદર્શન આપાઈ રહ્યું છે. સૌથી પ્રભાવિત થયેલા રાજસ્થાન સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

Parshottam Rupala to Participate in Yoga Session Today at Somnath

 

કોરોના બાદ વધતા લમ્પી વાયરસના કેસ

કોરોના બાદ લમ્પી વાયરસના કેસો વધતા સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગૌધનને હાની પહોંચતા પશુપાલકો પણ ચિંતામાં આવી ગયા છે. ગાયમાતાના મોતની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે. વધુ ગાયો લમ્પી વાયરસને કારણે પ્રભાવિત ન થાય તે માટે વેક્સિનેશન પર ધ્યાન આપવા સરકાર પશુપાલકોને કહી રહી છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .