નવરાત્રીના બીજા નોરતે થાય છે મા બ્રહ્મચારિણીની ઉપાસના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 09:57:26

નવરાત્રીના બીજા દિવસે મા દુર્ગાના બીજી સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્મચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જે તપસ્યાનું આચરણ કરે છે તેને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીએ એક હાથ કમંડળ ધારણ કર્યું છે અને બીજા હાથમાં માતાજીએ માળા ધારણ કરી છે.

Online Maa Brahmacharini Puja in Navratri l Online Temple


શા માટે માતાજી કહેવાય છે બ્રહ્મચારીણી  

હિમાલયના ઘરે જન્મ લીધા બાદ નારદજી માતા શૈલપુત્રીને તપ કરવાનું કહે છે જેથી તેઓ શંકર ભગવાનને પામી શકે. આ વચન સાંભળ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા હજારો વર્ષ તપ કર્યું હતું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષ સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરી અને પછીના અનેકો વર્ષ માત્ર સુકાયેલા બીલીપત્ર, શાકભાજી ખાઈને તપ કર્યું હતું.  તપ કરવાને કારણે તેમને બ્રહ્મચારિણી માતા કહેવામાં આવે છે. માતાજીની આવી ભક્તિ જોઈ ભગવાન શંકરે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા.  

મા બ્રહ્મચારિણીનો મંત્ર

दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥

માતા બ્રહ્મચારિણીના આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્ર ન થાય તો  'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' નો જાપ 108 વખત કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી  છે. જે ભક્ત માના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ અને સદાચાર તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 

onlineजिंदगी | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी  ये रुलाये | Page 12


બીજા દિવસે નૈવેદ્યમાં શું કરવું અર્પણ

નવરાત્રીના દિવસો દરમિયાન માતા સમક્ષ અલગ-અલગ ભોગ મુકવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માં જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે  નૈવેદ્ય તરીકે સાકાર અર્પણ કરવામાં આવે છે. સાકાર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.  



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.