ભાજપમાંથી કોને ટિકિટ મળશે તે અંગે હજી બધાને અસમંસજ છે. કોનું પત્તું કપાશે તે અંગે કોઈને ખબર નથી, એવું માનવામાં આવી રહ્યું છે આ વખતે અનેક નવા ચહેરાને તક આપવામાં આવશે. ત્યારે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે મોટો દાવો કર્યો છે. ટિકિટ ફાળવણીને લઈ એવી વાતો વહેતી થઈ હતી કે વાઘોડિયાથી ભાજપ ડો. પારૂલને ટિકિટ આપશે. આ બધા વચ્ચે મધુશ્રીવાસ્તવે કહ્યું કે વાઘોડિયા બેઠક પરથી તે નહીં પરંતુ તેમની પત્ની ચૂંટણી લડશે. તેમના આવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
ભાજપ આ ઉમેદવારને ટિકિટ આપવા અંગે કરી રહ્યું છે વિચારણા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.પરંતુ ભાજપમાં ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બેઠક પરથી આ વખતે તેમની પત્ની ચૂંટણી લડશે. પરંતુ મહત્વનું છે કે જ્યારે પરષોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી ત્યારે શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આ બેઠક પરથી પારૂલ યુનિવર્સિટીના ડોક્ટર પારૂલને ટિકિટ આપી શકે છે.
મારી પત્નીને આ બેઠકથી ચૂંટણી લડાવી શકું છું - મધુ શ્રીવાસ્તવ
પોતાના નિવેદનથી હમેશાં મદુશ્રીવાસ્તવ ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલા ટિકિટ ફાળવણી અંગે તેમણે કહ્યું હતું કે પાર્ટી મને જ ટિકિટ આપશે. ત્યારે અચાનક પોતાના નિવેદનથી તેઓ પલટી ગયા છે, અને નિવેદન આપ્યું કે વાઘોડિયાની બેઠકથી મારી પત્નીને ચૂંટણી લડાવી શકું છું.
                            
                            





.jpg)








