Madhya Pradesh - હરદાના ફટાકડાના કારખાનામાં મોટી દુર્ઘટના, વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 14:28:49

મધ્યપ્રદેશના હરદામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી અને એ ધમાકો એટલો જોરદાર હતો કે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એના કારણે 60થી વધુ મકાનો આગની ઝપેટમાં આવી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. એવી માહિતી સામે આવી છે કે તંત્ર દ્વારા આસપાસના ઘરોને ખાલી કરાવામાં આવ્યા છે. 


આગ લાગવાની ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ 

કોઈ વખત કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતી હોય છે તો કોઈ વખત ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટી જાનહાની સર્જાતી હોય છે અને લોકો મોતને ભેટે છે. આગ કોઈ એક જગ્યા પર લાગે છે પરંતુ તે આગ એટલી પ્રસરી જતી હોય છે કે આસપાસના વિસ્તારોમાં પણ તે ફેલાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ છે. હરદાના બૈરાગઢમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી અને 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


v7 લોકોના થયા મોત!

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અનેક લોકો ફેક્ટરીમાં હાજર હતા. હજી પણ અનેક લોકો આગમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. 



ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અનેક ભાષણોમાં આ લીડની વાત નથી થતી!

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે.. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થઈ છે.. બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક બેઠકો એવી છે જે ચર્ચામાં રહી છે..