Madhya pradesh : ગુનામાં સર્જાયો ભીષણ અકસ્માત, બસની પહેલા થઈ ટક્કર પછી પલટી અને અંતે લાગી આગ...ગયા આટલા લોકોના જીવ


  • Published By :
  • Published Date : 2023-12-28 09:48:16

મધ્યપ્રદેશના ગુનામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે જેણે ન માત્ર રાજ્યને પરંતુ દેશને હચમચાવી દીધો છે. ગુનામાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં 13 લોકો બળીને ખાખ થઈ ગયા. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બર રાત્રે 9 વાગે ગુના આરોન રોડ પર એક બસ ડમ્પર સાથે અથડાઈ. ભયંકર ટક્કર થતા બસ પલટી ગઈ અને એમાં આગ લાગી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બસ પલ્ટી અને પછી બસમાં લાગી આગ

અનેક લોકો નવા વર્ષની ઉજવણી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. નવા વર્ષની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ મધ્યપ્રદેશના ગુનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે.  ઉપરાંત 15 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર જે બસ સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે હારૂન તરફ જઈ રહી હતી. બસ જઈ રહી હતી ત્યારે બેકાબુ બનેલું ડમ્પર તેની સાથે અથડાયું અને આ અથડામણ થતાં બસ પલટી ગઈ. ન માત્ર બસ પલટી પરંતુ  તેમાં ભીષણ આગ લાગી. એ આગ એટલી વિકરાળ હતી કે તેમાં 13 જીંદગીઓ બુઝાઈ ગઈ. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

13 જેટલી જિંદગીઓ આગમાં બુઝાઈ 

મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગની લપેટામાં બસ આવી ગઈ. આગ લાગતા જ અફરા-તફરી સર્જાઈ. બહાર નીકળવા માટે મુસાફરોએ કાચ તોડ્યા, અને મુસાફરો પોતાનો જીવ બચાવી શક્યા પરંતુ અનેક મુસાફરો એવા હતા જેમના માટે આ યાત્રા અંતિમ સાબિત થઈ. 13 જેટલા લોકો આગમાં દાઝી ગયા અને મોતને ભેટ્યા જ્યારે 15જેટલા લોકો ઘાયલ થયા છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

મુખ્યમંત્રીએ કરી આર્થિક સહાય આપવાની જાહેરાત 

આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે શોક પ્રગટ કર્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર લાખ આપવાની જ્યારે ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે માટે તપાસ કરવા પણ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ દુર્ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. 


ખરાબ રીતે બળી ગયા છે મૃતકોના ચહેરા!

આ દુર્ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે તેમના શરીરની એવી હાલત થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કીલ છે. મૃતકોના ચહેરા એટલી ગંદી રીતે બળી ગયા છે કે તેમની ઓખળાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે